પ્રશાંત ઢીવરે/સુરત: રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ ફાયરનાં સાધનોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા ફાયર NOC નહીં ધરાવતા સંસ્થાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્રની કાર્યવાહી બાદ લોકો ફાયરના નવા સાધનો ખરીદવા દોડ્યા છે. સુરત શહેરમાં તમામ ફાયર ના સાધનોના વિક્રેતાના ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. પહેલાં સમાન્ય રીતે ગ્રાહકો આવતા હતા. અગ્નિકાંડ અચાનક 90% ગ્રાહકી માં વધારો નોંધાયો છે. જેને લઈ વિક્રેતાના ત્યાં  સ્ટોક નહીં હોવાથી ગ્રાહકોને બે દિવસના વેટિંગ આપવામાં આવી રહ્યા છે. ફાયરનો અભાવ હોવાથી હોસ્પીટલ, શાળા, કોલેજ, સહિતના સંસ્થાઓને ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ સપનું ચમત્કારથી પૂરું થતું નથી! મહેસાણાના મયુર બારોટે એ સાબિત કરી બતાવ્યું કે...


રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી. તેમાં માસુમ બાળકો સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. ઘટના બાદ સરકાર એક્શન માં આવ્યું છે. અને રાજ્યભરમાં ફાયર, મહાનગરપાલિકાએ ફાયર નો અભાવ ધરાવતી સંસ્થાઓ ઉપર કાર્યવાહી હાથ ધરી છે. સુરતની જો વાત કરવામાં આવે સુરતમાં શાળા, કોલેજ, હોસ્પિટલ કાપડ માર્કેટ સહિતની અનેક ફેક્ટરીઓમાં ફાયરની સેફ્ટીનો અભાવ જોવા મળતા સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે આ કાર્યવાહીને લઈ વેપારીઓમાં ખડબડાટ મચી ગઈ છે. ફાયર NOC માટે જરૂરી ફાયરનાં સાધનો લેવા માટે દુકાન પર લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. 


રોહિણી નક્ષત્ર બેસી ગયા બાદ ગુજરાતમાં પાકે છે આ કેરી, જાણો શું છે બન્ને વચ્ચે સંબંધ?


સુરત શહેરના તમામ ફાયર સામગ્રીની વિક્ર્તાના ત્યાં આ જ રીતે લોકોની ભીડ જોવા મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ લોકો હવે જાગીને પોતાની સંસ્થાઓમાં ફાયરના સાધનો લગાવી રહ્યા છે. ફાયર સામગ્રીના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનું માનું છે કે અગ્નિકાંડની ઘટના પહેલા આ રીતના એમનો વેપાર થતો ન હતો  પરંતુ જ્યારે રાજકોટ અગ્નિકાંડ ઘટના બની ત્યારથી ગ્રાહકોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. પહેલા તો અમને લોકોને ઘરે ઘરે કે તેમના સંસ્થાઓમાં જઈને ફાયર સેફ્ટી લગાવવા માટે જાગૃતતા કરવાની જરૂર પડતી હતી  પરંતુ જ્યારથી આ ઘટના બની છે. 


ભારતની તિજોરીમાં પાછું ફર્યું 100 ટન સોનું, જાણો કેવી રીતે આપણું ગોલ્ડ બ્રિટન ગયું?


લોકો વહેલી સવારથી જ અહીં ફાયરની સામગ્રી લેવા માટે દોડી આવે છે. સવારથી લઈને રાતના 12 વાગ્યા સુધી અમારે દુકાન ચાલુ રાખવાની જરૂર પડી રહી છે.અમારી પાસે હવે પૂરતો સ્ટોક નહીં રહ્યો.જેટલો માલ હતો સમગ્ર માલ અમારો વેચાઈ ગયો છે.નવેસરથી અમે ઓર્ડર આપ્યો છે. ગ્રાહકોને અમે બે દિવસનો વેટિંગ આપી રહ્યા છે. હાલમાં જો વાત કરવામાં આવે રાજકોટની ઘાટના બાદ અમારા વેપારમાં 80% નો જેટલો વધારો નોંધાયો છે. 


રાજકોટ આગકાંડ મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો, Video જોઈને થશે આવું કઈ રીતે હોઈ શકે


મહત્તમની વાત એ છે કે રાજકોટ અગ્નિકાંડની ઘટના સર્જાયા બાદ તંત્ર નિંદ્રા માંથી જાગીને ફાયર નો અભાવ ધરાવતી સંસ્થાઓ ઉપર કાર્ય કરી રહી છે.આખા વર્ષનું કામ તંત્ર એ માત્ર એક જ અઠવાડિયામાં કરી દીધું હોય હાલ એ રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે. શાળા,કોલેજ, હોસ્પિટલ, મોલ કાપડ માર્કેટ, રેસ્ટોરન્ટ સાહિત્યના સંસ્થાઓમાં ફાયર સેફ્ટી નો અભાવ જોવા મળતા સીલ મારવામાં આવી રહ્યો છે. સાથે જ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.હાલ તો તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ તમામ લોકો ફાયરની સામગ્રી ખરીદવા માટે દોડ લગાવી રહ્યા છે. જેને લઇને ફાયર સામગ્રીના વેપાર 80% જેટલો વધારો નોંધાયો છે. 


ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? લેટેસ્ટ રેટ