દ્વારકામાં 9 ઈંચ વરસાદથી મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાં, પોરબંદરમાં 8 ગામોને એલર્ટ કરાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટના પડધરીમા પણ 9 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ રાજ્યના 7 તાલુકામાં ૨૪ કલાક દરમિયાન 8 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૨ તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 43 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 100 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
રાજુ રૂપારેલિયા/દ્વારકા :રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 224 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવડમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે જામનગર શહેર અને લાલપુરમાં પણ 9 ઇંચ વરસાદ પડ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટના પડધરીમા પણ 9 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જામનગરના ધ્રોલ અને જોડીયામાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. આમ રાજ્યના 7 તાલુકામાં ૨૪ કલાક દરમિયાન 8 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના ૧૨ તાલુકામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 19 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 28 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 43 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 100 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
રાજકોટમાં ફૂંફાડા મારતા કોરોનાને કન્ટ્રોલ કરવા કલેક્ટરનો મોટો નિર્ણય, ચા-પાનની દુકાનો પર....
દેવભૂમિ દ્વારકામાં 9 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જેને કારણે અનેક મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. જોકે, સોમવારે સવારે પણ દ્વારકા જિલ્લામાં હજુ પણ મેઘ મહેર યથાવત છે. દ્વારકાનાં રૂપેણ બંદર પર અનેક મકાનો અને ઝૂંપડાઓમાં પાણી ઘૂસ્યા છે. અનેક મેદાનો તળાવમાં ફેરવાઈ ગયા છે.
પોરબંદરમાં વર્તુ -2 ડેમના 6 દરવાજા ખોલાયા
બીજી તરફ, પોરબંદર પોરબંદર જિલ્લામાં ગતરાત્રિથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં 2 ઇંચ વરસાદ, રાણાવાવમાં 3 ઇંચ વરસાદ, કુતિયાણામા સવા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જેને કારણે પોરબંદરમાં વર્તુ -2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ કારણે પોરબંદરના 8 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ભોમીયાવદર, ફટાણા, ઈશ્વરીયા, મોરાણા, મિયાણી, પારવાડા, શિગંડા અને સોઢાણા ગામના લોકોને પાણી ભરાવાથી એલર્ટ કરાયા છે.
અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ : 2 મહીના રીક્ષાઓ બંધ રહી, તો હવે ફરી બંધ ન પોસાય તેવું ચાલકોએ કહ્યું...
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં 24 કલાકમાં 2 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે. ટંકારા તાલુકામાં ચાર અને માળીયા તાલુકામાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. હળવદ અને મોરબી તાલુકામાં સવા બે બે ઇંચ વરસાદ નોંધાયો છે. વાંકાનેર તાલુકામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર