ઝી બ્યુરો/અમદાવાદ: ઓનલાઇન વસ્તુઓ નું વેચાણ કરતી કંપની સાથે લાખો ની છેતરપિંડીની નો બનાવ સામે આવ્યો છે આરોપીઓ નવા ટીવી નો ઓર્ડર આપી નવા ટીવીની જગ્યાએ જુના ટીવી બોક્સમાં પેક કરી બાદમાં ઓર્ડર કેન્સલ કરી કંપનીને ચૂનો લગાડવાનું કૌભાંડ કર્યું છે. ડીસ્ટ્રિબ્યુટર ના ડિલિવરી બોયઝ ઓએ કૌભાંડ આચર્યું સમગ્ર મામલો સામે આવતા પોલીસ ફરિયાદ નોંધી 3 આરોપી ની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અમિત શાહની સીટનો અધધ...છે ટાર્ગેટ


અમદાવાદમાં ઓનલાઇન વસ્તુઓનું વેચાણ કરતી કંપની સાથે 97 લાખના મુદામાલની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં એમેઝોન કંપનીના ડીલીવરી ડીસ્ટ્રિબ્યુટર વેલેકસ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ઓપરેશન મેનેજર દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદમાં કંપની દ્વારા પોતાના જ ડિલિવરી બોય વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં વેલેકસ બોલોજિસ્ટિકમાં કામ કરતા ડીલીવરી બોય, ડ્રાઇવર, પીએ સહિત નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. જ્યારે તપાસમાં વધુ બે લોકોના નામ ખુલતા પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સાજીદ શેખ, હિમાંશુ વાઘેલા અને સતીશ યાદવ સમાવેશ થવા પામ્યો છે. 


શક્તિસિંહ ગોહિલનો આરોપ; 'ED-CBIની બીક બતાવી ભાજપ પાછલા બારણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ'


વેલેક્સ લોજિસ્ટિક દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે જેમાં પોતાના અલગ અલગ માણસો એમેઝોન એપ દ્વારા ટીવીનો ઓર્ડર આપતા હતા, જે ઓર્ડરના આધારે એમેઝોન કંપની વેલેક્સ લોજિસ્ટિકને નવું ટીવી પેક કરી ડિલિવર માટે ઓર્ડર આપતું હતું. જે બાદ વેલેકસ લોજિસ્ટિક કંપનીમાંથી નવું ટીવી લઈને ડીલેવરી મેન ડિલિવરી કરવા જતા હતા અને પછી ઓર્ડર કેન્સલ કરી નાખી ને ત્યાર બાદ નવા ટીવીનું પેકેજ ખોલી તેમાં જે તે કંપનીનું જૂનું ટીવી મૂકી નવું ટીવી પોતે રાખી લેતા હતા અને ફરીથી આ બોક્સને પેક કરી દેતા હતા. જે બાદ એમેઝોન પર આપેલા ઓર્ડરને કેન્સલ કરી દેતા હતા અને ફરીથી આ જૂનું ટીવી કંપનીના ગોડાઉનમાં મૂકી દેતા હતા. જોકે, છેલ્લા થોડા સમયથી અનેક વખત આ પ્રમાણે થતાં amazon કંપનીને શંકા જતા તેણે વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.


શું ગુજરાતમાં ફરી ટેન્શન ખરું? ગરમી વચ્ચે વરસાદના ભણકારા, આ રાજ્યોમાં અપાઈ ચેતવણી


પોલીસે ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે નવા જુના ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસીન હુસેન નામના બે લોકો ડિલિવરી બોય અને અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હતા. બંને લોકો પોતાની પાસે રહેલા જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપતા હતા અને નવું ટીવી પોતે ખરીદી લેતા હતા. અત્યાર સુધીમાં કંપનીના માણસો અને અન્ય લોકોએ મળીને ઓગસ્ટ 2023 થી ડિસેમ્બર 2023 ના સમયગાળામાં કુલ 147 નવા ટીવીની જગ્યાએ જુના ટીવી રાખી ઓર્ડર કેન્સલ કરેલા હતા જેની અંદાજિત કિંમત 97 લાખથી પણ વધુ ની કિંમત થઈ રહી છે.


પાણીની પારાયણ! વિકસિત ગુજરાતની સૌથી અવિકસિત તસ્વીર, પાણીના હેન્ડપંપ પણ ડચકા લે છે


કંપનીના ઓપરેશન મેનેજરની ફરિયાદને આધારે નારોલ પોલીસે ડીલીવરી બોય, પીએ તેમજ અન્ય એક મજૂરની ધરપકડ કરી છે. જ્યારે હજી પણ આઠ લોકોની શોધખોળ પોલીસે હાથ ધરી છે. હાલતો પ્રાથમિક તપાસ દરમિયાન કુલ 147 ટીવીની અદલાબદલી થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ હજી પણ આ આંકડો વધી શકે તેવી શક્યતા પોલીસ ને લાગી રહી છે.


'મારી ભૂલ હતી, શરત ચૂક હતી..., કહીને પાટીદાર સમાજ સામે 'નતમસ્તક' થયા વિપુલ ચૌધરી