પાણીની પારાયણ! વિકસિત ગુજરાતની સૌથી અવિકસિત તસ્વીર, પાણીના હેન્ડપંપ પણ ડચકા લે છે
મધ્ય ગુજરાતમાં પાણીની પારાયણને કારણે મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. મહિલાઓ પાણી માટે વલખાં મારતી જોવા મળી છે. . આદિવાસી સમાજની સૌથી વધુ વસતી વાળા આ વિસ્તારમાં ઉનાળો શરૂ થતાંની સાથે જ મહિલાઓની રંજળપાટ શરૂ થઈ ગઈ છે. માત્ર ચોમાસુ ખેતી પર નભતાં આ વિસ્તામાં પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાને કારણે ઉનાળામાં ખેતરો પણ સુકાઈ જાય છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: હજુ તો ઉનાળો સંપૂર્ણ શરૂ થયો જ નથી. કાળઝાળ ગરમીની શરૂઆત પણ નથી થઈ ત્યાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. મધ્ય ગુજરાતમાં પાણીની પારાયણને કારણે મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. મહિલાઓ પાણી માટે વલખાં મારતી જોવા મળી છે.
- ઉનાળો શરૂ થતાં જ શરૂ થયો પાણીનો પોકાર
- પાણી માટે મહિલાઓના વલખાં થયા શરૂ
- આદિવાસી બાહુલ્ય જિલ્લામાં પાણીની પારાયણ
આ છે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય છોટાઉદેપુર જિલ્લામાં મહિલાઓ પાણી માટે વલખાં મારતી જોવા મળી રહી છે. આદિવાસી સમાજની સૌથી વધુ વસતી વાળા આ વિસ્તારમાં ઉનાળો શરૂ થતાંની સાથે જ મહિલાઓની રંજળપાટ શરૂ થઈ ગઈ છે. માત્ર ચોમાસુ ખેતી પર નભતાં આ વિસ્તામાં પાણીનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાને કારણે ઉનાળામાં ખેતરો પણ સુકાઈ જાય છે. પીવાનું પણ પાણી મળતું નથી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સ્થાનિક લોકોએ પાણી માટે હાલ ખુબ જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
કવાંટના સમલવાંટ ગામમાં લગભગ 5 હજારની વસતી છે. આ ગામ ડુંગરાળ હોવાથી પાણી મળી રહે તેવો કોઈ સ્ત્રોત નથી. જેના કારણે મહિલાઓએ પાણી માટે લાંબી પદયાત્રા કરવી પડે છે. સમલવાંટ ગામમાં 40 હેન્ડપંપ, 15 કૂવા અને 3 ટાંકીઓ છે. પરંતુ ઉનાળો શરૂ થતાં જ પાણીના સ્તર નીચે જતાં રહેતા પાણી મેળવવું મુશ્કેલ બની જાય છે. જે બોર છે તેમાં 10 મિનિટથી વધારે પાણી નીકળી શકતું નથી. તો કૂવામાં પાણીનું સ્તર ખુબ જ નીચુ જતાં રહેતા તે ખાલીખલ જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોને એક દિવસ ચાલે તેટલું પણ પાણી અત્યારથી જ મળતું બંધ થઈ ગયું છે. અને આ મુશ્કેલી જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વધતી જશે.
- કવાંટના સમલવાંટ ગામમાં લગભગ 5 હજારની વસતી
- ગામ ડુંગરાળ હોવાથી પાણી મળી રહે તેવો કોઈ સ્ત્રોત નથી
- મહિલાઓએ પાણી માટે લાંબી પદયાત્રા કરવી પડે છે
- સમલવાંટ ગામમાં 40 હેન્ડપંપ, 15 કૂવા અને 3 ટાંકીઓ છે
- ઉનાળો શરૂ થતાં જ પાણીના સ્તર નીચે જતાં રહે છે
- બોર છે તેમાં 10 મિનિટથી વધારે પાણી નીકળી શકતું નથી
- કૂવામાં પાણીનું સ્તર ખુબ જ નીચુ જતાં રહેતા તે ખાલીખલ
ગામમાં જે હેન્ડપંપ છે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પાણી ભરવા માટે આવે છે. પરંતુ તેમાંથી પણ પુરતુ પાણી મળતું નથી. માંડ બે બેડા પાણી નીકળ્યા બાદ તે બંધ થઈ જાય છે. પાણી ન મળતું હોવાથી પશુઓને પણ પાણી ક્યાંથી પીવડાવું તે પ્રશ્ન થઈ જાય છે. સરકાર હર ઘર નળથી જળની વાતો કરે છે. પરંતુ દાવા કરતા સત્તાધીશો અને અધિકારીઓએ છોટાઉદેપુર જિલ્લાની એકવાર અચુક મુલાકાત લેવી જોઈએ. તેઓ જે દાવા કરે છે તે અહીં પોકાળ થતાં જોવા મળશે, પાણીની સમસ્યા આજકાલની નહીં વર્ષોથી છે. પરંતુ કોઈ જ સરકાર કે તંત્ર આ સમસ્યામાંથી લોકોને બહાર કાઢી શક્યું નથી...માત્ર ચૂંટણી ટાણે વાયદા જ કરવામાં આવે છે.
સરકારે આવા તરસ્યા વિસ્તારને પાણી આપવા માટે હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના વર્ષો પહેલા અમલી બનાવી છે. પરંતુ માત્ર કાગળ પર આ યોજના હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ યોજના અંતર્ગત નળના કનેક્શન તો અપાયા છે પરંતુ આ નળમાં ક્યારેય જળ આવ્યું હોય તેમ લાગતું નથી. ચૂંટણી આવી છે ત્યારે નેતાઓ પણ મત માગવા માટે જનતા પાસે જશે.
જનતાએ ખોટા વાયદા અને વચનોથી ન ભરમાઈ સૌથી મોટી પાણીની સમસ્યાનું સમાધાન કરી શકે તેવા જ નેતાને ચૂંટે તે જરૂરી છે. સરકારે પણ મહાનગરો અને નાના શહેરોની સાથે આવા અંતરિયાળ વિસ્તાર સામે પણ જોવું જોઈએ...તો જ છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચ્યો તેમ કહેવાશે. બાકી જો એક દિવસ પણ મોટા શહેરોમાં પાણી ન આવે તો શું થાય તે તમે પણ જાણો છો. આશા રાખીએ કે કવાંટ તાલુકાના આ સૌથી મોટા પ્રશ્નનું સમાધાન સરકાર લાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે