ચેતન પટેલ/સુરત: આજકાલ રાજ્યમાં નાની બાળકીઓથી લઈને મોટી મહિલાઓ શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બની રહી છે. ત્યારે સુરતમાં 14 વર્ષીય કિશોરી ડિપ્રેશનનો ભોગ બની હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં કિશોરી ડિપ્રેશનનો ભોગ બનવા પાછળ 50 વર્ષીય પાડોશી જવાબદાર હતો, તે કિશોરીને અવારનવાર જાતીય સતામણી કરતો હતો. જેણા કારણે માનસિક અસ્વસ્થતાના કારણે કિશોરી ધો 8 ની પરીક્ષા પણ આપી શકી નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલાબતપુરમાં રહેતી ધો.8ની વિદ્યાર્થીની પાડોશમાં રહેતા 50 વર્ષના આધેડની વિકૃત હરકતોનો શિકાર બની હતી. છ મહિનાથી સગીરા ડિપ્રેશનમાં સરી પડતા વાર્ષિક પરીક્ષા પણ આપી શકી ન હતી. સગીર દીકરીની અસ્વસ્થ માનસિક હાલને જોઈ પરિવારે આખરે પોલીસનું શરણું દીધું હતું. પોલીસે છેડતીખોર આધેડ અજય ઓગરીવાલાની ધરપકડ કરી હતી.


સુરતમાં પિતાને ઠપકો આપવો ભારે પડ્યો! દીકરાએ વિચાર્યા વગર તાપીમાં માર્યો મોતનો ભૂસકો


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના સલાબતપુરામાં રહેતા પરિવારમાં માતા-પિતા અને તેમણે સંતાનમાં બે દીકરી છે. જે પૈકી 14 વર્ષીય દીકરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. જે છેલ્લા 2-3 મહિનાથી ઘરમાં નર્વસ રહેતી હતી. તે ગુમસુમ થઈ ખૂણામાં બેસી રહેતી હતી. એટલું જ નહીં ક્યારેક રડતી પણ હતી. દીકરીની વર્તૂણૂંકમાં અચાનક ફેરફાર આવતા માતા-પિતાને ચિંતા થઈ હતી. સતત ડિપ્રેશનમાં રહેતી દીકરી આ વર્ષે સ્કૂલની વાર્ષિક પરીક્ષા પણ આપી શકી નહોતી.


આખરે માતાપિતાએ દીકરીને સમજાવીને તેની પુછપરછ કરી હતી. જેમાં દીકરીએ સમગ્ર હકીકત જણાવતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ  હતી. દીકરીએ જણાવ્યું હતું કે, તેમના ઘરની પાસે રહેતા એક અંકલ છેલ્લા છ મહિનાથી મને ખરાબ નજરથી જોયા કરે છે, મને દૂરથી ફ્લાઈંગ કિસ આપે છે. ગંદા ગંદા ઈશારા કરે છે, સ્કૂલ ટ્યૂશને જવા નીકળું તો પીછો કરીને ચોકલેટ આપી દોસ્તી કરવાની વાત કરે છે. એટલું જ નહીં, તેઓ કહે છે કે મારી સાથે વાતચીત નહીં કરે તો તારા માતા પિતાને મારી નાંખવાની ધમકી પણ આપે છે.


'હાર્દિકે અમારો કે અમે હાર્દિકનો સંપર્ક કર્યો નથી', ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે પ્રદીપસિંહ વાઘેલાનું મોટું નિવેદન


આટલામાં વધુમાં તેણે જણાવ્યું કે, એક વખત આ અંકલે મારો હાથ પકડીને દોસ્તી કરવા માટે દબાણ પણ કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં તેમણે મને ધમકી આપીને ધરે બોલાવી શારીરિક અડપલાં પણ કર્યા હતા, જે તે સમયે હું તેમણે ધક્કો મારીને ભાગી ગઈ હતી. ત્યારબાદ હું જ્યારે પણ ઘરની બહાર ઉભી રહું તો મને ખરાબ ઈશારા કરતા હતા.


આ ઘટના સાંભળ્યા બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આરોપી નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આખરે પોલીસે છેડતીખોર આરોપીની ધરપકડ કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube