ધવલ પરીખ/નવસારી: સમાજ આજે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે, તેમ છતાં આજે પણ સમાજમાં કુરિવાજો દૂર થતા નથી. વર્ષો પૂર્વેની બાળ લગ્નની પ્રણાલી આજે પણ ક્યાંક દેખાય જાય છે, જ્યાં નવસારીના ગણદેવી તાલુકાના એક ગામડામાં 34 વર્ષના યુવક સાથે 16 વર્ષની તરૂણીના લગ્ન લેવાયાં હતાં. જેની જાણ થતા જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા દીકરીના માતા પિતાને કાયદાનું ભાન કરાવડાવી બાળ લગ્નને થતા અટકાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આ આગાહીથી તૌબા પોકારી જશો! ચક્રવાત, માવઠું અને ઠંડી, ગુજરાત પર સંકટ!


નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગડત ગામના એક ફળિયામાં રહેતી 16 વર્ષ અને 10 મહિનાની તરૂણીના તેના માતા પિતાએ તાલુકાના જ અન્ય એક ગામના 34 વર્ષીય યુવક સાથે લગ્ન ગોઠવ્યા હતા. આગામી 12 ડિસેમ્બરના રોજ બંનેના લગ્ન લેવાયાં હતાં અને સમાજ તથા ગામમાં લગ્નની કંકોત્રી પણ વહેંચાઈ ગઈ હતી. પરંતુ દીકરી નાની હોવાની વાત ગામના આગેવાનોને થતા, બાળ સુરક્ષા એકમની બેઠકમાં સમાજ કલ્યાણ અને બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓને માહિતી આપી હતી.


ત્રીજા માળેથી પુત્રને ફેંકી જનેતાની મોતની છલાંગ! પોલીસકર્મીની પત્ની-પુત્રએ જીવન...


બાળ સુરક્ષા વિભાગ દ્વારા જે તરૂણીના લગ્ન નિર્ધાર્યા હતા, એના માતા પિતા અને ભાઈ સાથે મુલાકાત કરી, કાઉન્સિલિંગ કર્યુ હતું. જેમાં દીકરીના આધારકાર્ડ પ્રમાણે તેની ઉંમર 20 વર્ષની થતી હતી, પરંતુ આંગણવાડીના તરૂણી પોષણ અભિયાનમાં માંગેલા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોતા તરૂણી 16 વર્ષ અને 10 મહિનાની જ હોવાનું જણાયું હતું. જેથી બે દિવસ અગાઉ થયેલી બાળ સુરક્ષા સમિતિની ગ્રામ્ય કક્ષાની બેઠકમાં ગડત ગામના આગેવાનોએ બાળ સુરક્ષા કચેરીના કર્મચારીઓને માહિતી આપી હતી. 


દિલ્હીની જેમ ગુજરાતમાં દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના! કારમાં જ યુવતી પર સામૂહિક રેપ


જેના આધારે વિભાગ દ્વારા તપાસ હાથ ધરતા તરૂણી 16 વર્ષ 10 મહિનાની હોવાનું ફલિત થતા તેના લગ્ન અટકાવ્યા હતા. જોકે તરૂણીના પિતા તેની પુત્રી મોટી હોવાનું જ રટણ કર્યે રાખ્યું હતું. જોકે બાળ સુરક્ષા વિભાગના કર્મચારીઓની ટીમે તરૂણીના પિતા તેમજ અન્યોને સમજાવ્યા હતા અને કાયદાનું ભાન કરાવડાવ્યું હતુ. સાથે જ તેમના નિવેદનો નોંધી આગળની તપાસ આગળ વધારી છે.


અ'વાદમાં છૂટાછેડાની અદાવત રાખીને જમાઈ પર જીવલેણ હુમલો! સસરા, સાળા-જમાઈ વચ્ચે ઘર્ષણ


ઉલ્લેખનીય છે કે, સમગ્ર મુદ્દે લગ્ન અટકાવ્યા બાદ પણ બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળ લગ્ન મુદ્દે સ્થાનિક પોલીસની મદદ લઈ, લગ્ન ન થાય એની કાળજી રાખવામાં આવી રહી છે. બાળ લગ્ન સુરક્ષા કાયદા અંતર્ગત ગુનો સાબિત થાય તો, 2 લાખનો દંડ અથવા સજાની જોગવાઈ છે. પરંતુ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ આગળ કઈ કાર્યવાહી કરશે એ જોવું રહ્યું...