પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં 17 વર્ષે કિશોરની હત્યા કરવામાં આવી છે જૂની અદાવતને લઈ માનદરવાજામાં આસિફ અને ધનરાજ વચ્ચે બબાલ થઈ હતી.બંને સામ સામે એકબીજા પર ચપ્પુ વડે હુમલો કરતા ધનરાજ સપકાલે નામના કિશોરીનું મોત નીપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશાટ્રેન અકસ્માત! પાટા પરથી ઉતરી ટ્રેન, 50થી વધુ મુસાફરોના મોત


સુરત શહેરના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ માનદરવા ખાતે જૂથ વચ્ચે જુની અદાવતમાં રાત્રિ દરમિયાન બબાલ થઈ હતી. આસિફ અને ધનરાજ ના માણસો સામસામે લડી પડ્યા હતા. આસિફ અને ધનરાજે એકબીજા પર ચપ્પુ વડે હુમલો કરતા જેમાં 17 વર્ષીય ધનરાજ ધના સપકાલેના જાઘના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધનરાજને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. બીજી બાજુ આસિફને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.


મહા 'વિજય' માટે ભાજપની મેગા તૈયારી, પાટીલે ટોપ લેવલની કરી બેઠક, CM પણ મેદાનમાં!


એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર ધનરાજ સપકાલે અને આસિફ રસીદ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો ઝઘડો ગાળા ગાળી બાદ મારા મારી સુધી પહોંચ્યો હતો. જેમાં આરોપી આસિફેએ ચપ્પુના ઘા ધનરાજની જાઘના ભાગે માર્યા હતા. જેથી લોહી વધુ વહી જવાથી તેનુ મોત થયુ હતુ. જૂની અદાવતમાં ઉશ્કેરાટમાં સમગ્ર હત્યા કરવામાં આવી હતી. આરોપી શેખનો ગુનાહિત ઈતિહાસ પણ છે. અગાઉ પણ તે અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયો છે. અને તેની ધરપકડ પણ થઈ ચૂકી હતી. મુખ્ય આરોપી સાથે બે ત્રણ અન્ય આરોપીઓ હતા. તેમનો ઇતિહાસ પણ તપાસ કરવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.


ભાવનગરમાં ઢળતી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી


મરનાર ધનરાજ મૂળ મહારાષ્ટ્રનો વતની છે. છેલ્લા કેટલાક સમયથી માનદરવાજા વિસ્તારમાં રહેતો આવી રહ્યો છે. અચાનક ધનરાજની હત્યા થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.હાલો સમગ્ર મામલે સલામતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને પક્ષના આરીપીઓને રાઉન્ડ ઓફ કરી પૂછપરછ હાથ ધરી છે.