ભાવનગરમાં ઢળતી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા

Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  અમદાવાદ શહેર, બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગરમાં ઢળતી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા

Gujarat Weather: આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિ.મીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભાવનગર શહેરમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ભાવનગરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. બપોર બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. 

હજુ ચોમાસા ની ઋતુને 20 દિવસ જેટલો સમય બાકી છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગે કરેલી તમામ આગાહીઓ સાચી પડી છે, એ મુજબ જ્યારે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સાંજે ભાવનગર શહેરમાં ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભાવનગરમાં અત્યાર સુધીનો સૌથી ભારે કહી શકાય, જાણે ચોમાસા માં વરસાદની હેલી ચડી હોય તેનાથી પણ વધુ વરસાદ આજે ખાબક્યો હતો.

વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ થી લોકોમાં એક પ્રકારે ભય જોવા મળ્યો હતો, તેમજ લોકો સલામત સ્થળે અટકી જઈ આ વરસાદની મજા લઈ રહ્યા હતા. શહેરના માર્ગો નદીઓ બની ગયા હોય એવો માહોલ સર્જાયો હતો. જ્યારે વાતાવરણ હાલ ઠંડુગાર બની જતા જિલ્લાના ભાલ પંથકમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે હાલ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનો પ્રારંભ થયો છે

રાજ્યમાં આગામી 3 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ શહેર, બોટાદ અને આણંદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહીના ભાગરૂપે ભાવનગર શહેરના જસુનાથ પાનવડી વિસ્તારમાં ઘુંટણસમાં પાણી ભરાય છે જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી રહી છે. મહાનગરપાલિકાનો પ્રિ મોનસૂન પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં તરતો જોવા મળે છે. દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ પ્રિ મોન્સૂન પાછળ કરવામાં આવે છે તેમ છતાં રોડ પર પાણી ભરાયા છે.   

અમદાવાદ શહેરમાં આજે સાંજના (શનિવાર) સમયે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. 40 થી 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news