રાજકોટના લોકમેળામાં 2 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ, ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા ભાંડો ફૂટ્યો
રાજકોટમાં યોજાતા લોકમેળામાં લાખો લોકો વચ્ચે એક રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના લોકમેળામાં બે વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે.
ઝી બ્યુરો/રાજકોટ: રાજ્યમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ છાશવારે બનતી જાય છે, ત્યારે રાજકોટમાં દુષ્કર્મનો પ્રયાસ થયો છે. રાજકોટના લોકમેળામાં 2 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. બાળકીના કાકીના સગાભાઈ દ્વારા દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. રાજકોટના લોકમેળામાં આવેલી બાળકીને કોઈ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકીને ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
સરકાર કે સિસ્ટમ સામે મોરચો ખોલશો તો 72 કલાક પહેલાં લેવી પડશે મંજૂરી, આ SPએ નિયમો...
રાજકોટમાં યોજાતા લોકમેળામાં લાખો લોકો વચ્ચે એક રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના લોકમેળામાં બે વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે. જો કે, આ દુષ્કર્મ કરનાર સંબંધી જ નિકળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકીના કાકીના સગાભાઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
ફરી આખું ગુજરાત ઘમરોળશે મેઘરાજા! આ વિસ્તારોમાં છે વરસાદની વોર્નિંગ, જાણો શુ છે આગાહી
બાળકીને લોકમેળામાં કોઈ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકીને ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકી અને તેનો પરિવાર મૂળ ઉતરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. પરિવાર રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ઘટનાને લઈને ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે.
નરોડામાં બાંધકામ સાઈટ પર મોટી દુર્ઘટના; મહિલા શ્રમિક સહિત ત્રણના કરૂણ મોત
રાજકોટ લોકમેળો એક દી'લંબાવાયો
રાજકોટના રેસકોર્સ મેદાનમાં માનવ કિડીયારૂની જેમ ઉમટી પડતા શુક્રવારે મોડી સાંજે વહીવટીતંત્રએ આજે પૂર્ણ થનાર મેળાને એક દિવસ લંબાવીને રવિવારે ચાલુ રાખવા નિર્ણય લીધો છે. આશરે સવા બે લાખ સહિત ચાર દિવસમાં મેળામાં આશરે 7 લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા.
મોરોક્કોમાં 60 વર્ષ બાદ ભયંકર ભૂકંપ : 820થી વધુ લોકોનાં મોત, હેરિટેજ સાઈટને નુકસાન