સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં સતત 20 દિવસથી વેન્ટીલેટર અને 18 દિવસ ઓક્સિજન પર હતા. સુરતના 55 વર્ષીય બીજલભાઇ કવાડ કોરોનાને મહ્માત આપવામાં સફળ રહ્યા હતા. બીજલભાઇનાં પરિવારમાં ખુશીનો માહોલ છે. બીજલભાઇનું સ્વસ્થ થવું તે ચમત્કારથી ઓછું નહી હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. બીજલભાઇના ઇરાદા અને ડોક્ટર્સની સતત મહેનતને પગલે તેઓ સંપુર્ણ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં 3 દિવસથી મેઘ મહેર: જાફરાબાદમાં 3.5 રાજુલામાં 4, લીલીયામાં 5 ઇંચ વરસાદ

આ અંગે તબીબોએ જણાવ્યું કે, બીજલભાઇની સ્થિતી એક તબક્કે ખુબ જ ચિંતાજનક હતી. તેઓને ખાનગી હોસ્પિટલમાંથી લવાયા હતા.  જો કે તેઓએ તમામ સારવાર અને સુચનનું યોગ્ય રીતે પાલન કર્યું હતું. અમે પણ આશા છોડી નહોતી અને સતત તેમની સારવાર ચાલુ રાખી હતી. આખરે તેમની અને અમારી મહેનત સફળ રહી છે. તેમણે કોરોનાને પરાજીત કર્યો છે. 


સૌરાષ્ટ્રમાં 3 દિવસથી મેઘ મહેર: જાફરાબાદમાં 3.5 રાજુલામાં 4, લીલીયામાં 5 ઇંચ વરસાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા બીજલભાઇને શરદી અને ઉધરસ અને નબળાઇ સહિતના લક્ષણો જણાતા ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સ્થિતી વધારે બગડતા તેમના પરિવારે તેમને સિવિલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટર્સની મહેનત અને સતત સારવારના પગલે તેમનું સ્વાસ્થય ધીરે ધીરે સુધર્યું હતુ અને આખરે તેમણે કોરોનાને પરાજીત કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર