Valsad News : વલસાડ જિલ્લાના ગોરગામ ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લઈને ફટાકડા ફોડવાના કારણે બે ઘરોમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, બંને ઘરો જોતજોતામાં બળીને ખાક થઈ ગયા હતા. વલસાડ નગર પાલિકાની બે ફાયર ની ટિમ દ્વારા મહામહેનતે આગ પર કાબુ લેવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ધૂમધામ પૂર્વક ઉજવણી ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉજવણી દરમિયાન આગ લાગી હતી. વલસાડના ગોરગામ ખાતે આવેલ રોહિત વાસમાં રહેતા મિલનભાઈ પરમાર અને રતિલાલ ભાઈ પરમારના ઘરમાં ફટાકડાના કારણે આગ લાગતા ઘર વકરીનો તમામ સમાન બળીને ખાક થઈ ગયો હતો.


અંબાલાલ પટેલની આગાહી : આવતીકાલથી ફરી કમોસમી વરસાદ ત્રાટકશે, આ જિલ્લાનો વારો પડશે


પરમાર પરિવાર દ્વારા રામ મંદિરની ઉજવણીના ભાગ રૂપે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પરિવાર અન્ય સંબધી ત્યાં જમવા ગયા હતા. ત્યારે તેમના મકાનમાં ફટાકડાના કારણે લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ  કર્યુ હતું. જેથી બે જેટલા મકાનમાં મુકવામાં આવેલ સમાન બળીને ખાક થઈ ગયા હતા.


ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ફાયરની ટીમને થતા નગર પાલિકાની બે જેટલી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.


વાહ રે રામ લલ્લા : અવધમાં તારા આગમન પર દરગાહમાં પણ દીવા પ્રગટ્યા!


રામ મંદિર માટે આ ગુજરાતી વેપારીએ દાન કર્યું 101 કિલો સોનું, મંદિર બન્યુ સુવર્ણજડિત