વાહ રે રામ લલ્લા : અવધમાં તારા આગમન પર દરગાહમાં પણ દીવા પ્રગટ્યા!

Ram Mandir Pran Pratistha : અમદાવાદમાં આવેલી શાહ-એ-આલમ દરગાહે દરગાહ પર 101 માટીના દીવા પ્રગટાવીને રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવામાં આવી

વાહ રે રામ લલ્લા : અવધમાં તારા આગમન પર દરગાહમાં પણ દીવા પ્રગટ્યા!

Ahmedabad News : કરોડો હિન્દુઓનું સપનું આજે સાકાર થયું છે. આ સંસાર અયોધ્યામાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની પાવન ક્ષણનો સાક્ષી બન્યો છે. અતિ ભવ્ય, અતિ દિવ્ય, અતિ સુંદર રામ મંદિર અયોધ્યામાં આજે ખુલ્લુ મૂકાયું છે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ ભક્તોની ઈચ્છા આખરે પૂરી થઈ છે. ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની સમગ્ર ભારતવર્ષ રોમાંચિત થયું છે. દેશમાં આજે ખરેખર બીજી દિવાળીનો દિવસ બન્યો છે. PM નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની આંખેથી પટ્ટી ખોલી, હાથમાં કમળ લઈને પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ ક્ષણ આખા દેશ માટે ગર્વની બની હતી. ત્યારે રામલલ્લાના આગમન પર ન જાણે કેટલાય રેકોર્ડ બન્યા અને કેટલા તૂટ્યા. રામલલ્લાના આગમન પર દરગાહમાં પણ દીપ પ્રગટ્યા છે. 

અમદાવાદમાં આવેલી શાહ-એ-આલમ દરગાહે દરગાહ પર 101 માટીના દીવા પ્રગટાવીને રામ મંદિરના અભિષેકની ઉજવણી કરવામાં આવી. મુસ્લિમ બિરાદરોએ દરગાહ પર દીપ પ્રગટાવીને રામલલ્લાને આવકાર્યા હતા. ત્યારે આ ક્ષણ અદભૂત બની હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મુસ્લિમ બિરાદરોએ બિરદાવ્યો છે. આ ખુશી વ્યક્ત કરવા દરગાહમાં દીવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 22, 2024

અયોધ્યામાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આખરે સંપન્ન થયો. અને તેની સાથે જ કરોડો રામભક્તોનો સદીઓ જૂનો ઈંતઝાર ખતમ થઈ ગયો. રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ગયા છે. સોના અને ફૂલોથી સજાવવામાં આવેલી 51 ઈંચની રામલલાની મૂર્તિના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રામલલાના મસ્તક પર સ્વર્ણ મુગટ પહેરાવવામાં આવેલો છે. અને ગળામાં હીરા-મોતીઓનો હાર છે. તે સિવાય ભગવાનના કાનમાં કુંડળ સુશોભિત થઈ રહ્યા છે. હાથમાં સુવર્ણ ધનુષ-બાણ છે. રામલલા પીળી ધોતી પહેરેલાં દ્રશ્યમાન થાય છે.

 

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે મહેસાણાનું ઉંઝા APMC રામમય બન્યું. APMCને વિશેષ રીતે શણગારવામાં આવી. તો પરિસરમાં સુંદર મજાની વિવિધ રંગોળીઓ પૂરવામાં આવી. અહીંયા અયોધ્યાથી લાઈવ પ્રસારણ નિહાળવા માટે વિશેષ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી. APMCના વેપારીઓ સહિત સ્થાનિક લોકોએ ઝી 24 કલાકના માધ્યમથી પ્રાણ પ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news