અંબાલાલ પટેલની આગાહી : આવતીકાલથી ફરી કમોસમી વરસાદ ત્રાટકશે, આ જિલ્લાનો વારો પડશે
Weather Update Today : ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધ્યું... 3 દિવસમાં ઠંડીનો પારો બેથી અઢી ડિગ્રી ગગડ્યો.... સૌથી ઓછું કચ્છના નલિયામાં 10.4 તો બનાસકાંઠાના ડીસામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
Trending Photos
Gujarat Weather Forecast : હવામાન વિભાગે (IMD Ahmedabad) આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્યુ છે. જેથી હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. ગત ત્રણ દિવસમાં 2 તાપમાનમાં બે થી અઢી ડિગ્રીનો ઘટાડો થયો છે. જેથી વાતાવરણમાં ઠંડી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. તો નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 10.5 ડિગ્રી, કંડલામાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કે, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, વડોદરામાં 11 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આ વચ્ચે આવતીકાલથી જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે
જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
આ તારીખે શિયાળો વિદાય લે તેવી શક્યતા
સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થતી હોય છે. આ વખતે વર્ષ 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. એટલે જે પ્રમાણે માર્ચ મહિનાથી તાપમાન ઊંચુ જતુ હોય છે તેમ આ વખતે 15 ફેબ્રુઆરીથી ઊંચુ જાય તેવું લાગી રહ્યુ છે.
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે