હાર્દિક દીક્ષિત/વડોદરા: જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થાય ત્યારે તેને ડોકટરની યાદ આવે છે. બીમારીના સમયે ડોકટર એટલા માટે  યાદ આવે કારણ કે બીમાર દર્દી ને ડોકટર માં ભગવાન દેખાય છે ને એક વિશ્વાસ હોય છે કે આ ડોકટર મારી બીમારી દૂર કરશે. ત્યારે વડોદરા માં બીમાર દર્દીઓ ને સજા કરવાને બદલે બીમાર પાડી દે તેવો એક નકલી ડોકટર ઝડપાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પ્રદેશ પ્રમુખ અને સીએમના ગઢમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારો, ભાજપ પડદા પાછળ


સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જિલ્લા ના આરોગ્ય વિભાગને માહિતી મળી હતી કે વડોદરા જિલ્લાના સિંધરોટ ગામે એક ડોકટર કેટલા સમયથી નાનું દવાખાનું ચલાવે છે. અહી આવતા કેટલા દર્દીઓને આ ડોકટર દ્વારા આડેધડ દવાઓ આપવામાં આવે છે તો સાથે જ કેટલા કિસ્સામાં તો દર્દી ને દાખલ કરી સારવાર પણ કરવામાં આવે છે.


પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન


જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમે માહિતી ના આધારે સિંધરોટ ગામ નજીક આવેલી દાજીપુરા ચોકડી પાસે આવેલા એક શોપિંગ સેન્ટરમાં તપાસ કરતા એક ક્લિનિક જણાઈ આવેલું જેથી આરોગ્ય વિભાગ ની ટીમ ના કેટલા સભ્યો દર્દી બની ને ક્લિનિક માં ગયા અને ડોકટર ક્યાં છે તેમ પૂછતા ત્યાં હજાર વ્યક્તિ એ હું પોતે જ ડોકટર છું તેમ જણાવ્યું હતું. જેથી આ ક્લિનિક માં હાજર તબીબ પાસે જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમે તબીબી પુરાવા માંગ્યા હતા. 


ગુજરાતના 5 લાખ સરકારી બાબુઓ નોટો ગણતા થઇ જશે, મોંઘવારી ભથ્થાની સરકાર કરશે જાહેરાત


ઝોલાછાપ દેખાતા તબીબ પાસેથી તબીબી શિક્ષણના કોઈ પણ પુરાવા મળી આવ્યા ન હતા જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરાતા પોલીસે ક્લિનિકમાં જઈ તપાસ કરતા આ નકલી ડોકટરના ક્લિનિકમાંથી જુદી જુદી દવાઓ, ઇન્જેકશન, ગ્લુકોઝના બોટલો, એક થેલામાં ડોકટરી પ્રેકટીસ કરવા માટેના સાધન-સામગ્રી મળી આવ્યા હતા. જેથી તાલુકા પોલીસ દ્વારા આ તમામ ચીજ વસ્તુઓ જપ્ત કરી ડોકટર બની નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સુરેશ રણછોડભાઇ રોહિતની ધરપકડ કરી હતી.


ગુજરાતમાં બાગેશ્વર બાબાને ભાજપનું ફૂલ સમર્થન! સુરતમાં દિવ્યદરબારમાં પાટીલ પહોંચશે


સમગ્ર મામલે તપાસ કરી રહેલા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ V.G.લાંબરિયા એ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગ ની ટીમે તાલુકા પોલીસની મદદથી સિંધરોટ ખાતે ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા નકલી ડોકટરને ઝડપી પાડ્યો હતો ત્યારે આ ઝોલાછપ ડોકટર એ પૂછપરછ દરમિયાન કેટલાક ચોકાવનારા ખુલાસા કર્યા છે.


પ્રેમીઓને મીઠી ભાષામાં કડક ચેતવણી, ગુજરાતની ધરતી પર પ્રેમ કરવો એ ગુનો નથી, પણ..


તાલુકા પોલીસ ની તપાસ દરમિયાન ઝડપાયેલા આ કહેવાતા ડોકટર સુરેશ રોહિતે જણાવ્યું હતું કે તે છેલ્લા 15 વર્ષ થી આનંદ જિલ્લાના આંકલાવ ખાતે એક સિનિયર તબીબ ને ત્યાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતો હતો.ડોકટર વયોવૃદ્ધ હોવાના કારણે  આ ક્લિનિક બંધ કરવાની ફરજ પડી હતી.જેથી સિનિયર ડોકટર ના હાથ નીચે કામ કરતા એક ડોકટરે સિંધરોટ ગામે ક્લિનિક શરૂ કર્યું હતું જ્યાં તેમને ફાવટ ન આવતા તેમણે ક્લિનિક બંધ કરી દીધું હતું.ત્યારે તક નો લાભ ઉઠાવી આ વ્યક્તિ એ પોતેજ ડિગ્રી વગર ડોકટરીની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. 


બાયડી બાયડી કહીને બોલાવતા અમદાવાદનો એન્જિનિયર બગવાયો! કહ્યું અટક એવી છે હું શું કરું


આ બોગસ ડોકટરે હજી માંડ 15 દિવસ પેહલા જ ક્લિનિક ખોલ્યું હતું ત્યારે સ્થાનિક નાગરિકો ની સતર્કતા ના કારણે બોગસ તબીબ નો ભંડાફોડ થતાં ક્લિનિક ના શટર ડાઉન કરી દેવામાં આવ્યા છે. હાલ તો તાલુકા પોલીસે નકલી ડોકટર સુરેશ રણછોડભાઇ રોહિતની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.


ગુજરાતના 31 કલાકારોનું ખૂલી ગયું કિસ્મત! જાણો કોને સરકારે ગૌરવ પુરસ્કારથી નવાજ્યા


ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના નજીકના ગામો હોય કે પછી અંતરિયાળ ગામો ત્યાં આજે પણ કેટલાક બોગસ તબીબો બિન્દાસ્ત નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે.વડોદરા શહેરને બિલકુલ અડીને આવેલા એક ગામ માં તો MBBS ડોકટર ને ત્યાં ફરજ બજાવતો અને અધૂરું ભણેલો કંપાઉન્ડર પોતે ડોકટર ની ગેરહાજરી માં દર્દીઓની સારવાર કરે છે. એ ગામના ક્લિનિકમાં ફરજ બજાવતો કમ્પાઉન્ડર ગામમાં પોતે ડોકટર તરીકેની છાપ ધરાવે છે ત્યારે આવા અધૂરા જ્ઞાન વાડા ઝોલાછાપ બની બેઠેલા ડોકટરો વિરૂદ્ધ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સઘન જુમ્બેશ ચલાવાય એ અનિવાર્ય બન્યું છે, જેથી આવનાર સમયમાં નિર્દોષ નાગરિકોના ભોગ ન લેવાય.