Gujarat Police Recruitment 2023: પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

Gujarat Police Recruitment 2023: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. 

Gujarat Police Recruitment 2023: પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન

ઝી બ્યુરો/રાજકોટ: ગુજરાત પોલીસમાં નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની મુલાકાતે છે. પ્રજાની રખેવાળી કરતાં રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર થયેલ 120 આવાસોનું લોકાપર્ણ કર્યું હતું. આ પ્રસંગે રાજકોટમાં પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી ત્યારે સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિના પછી સરકાર ભરતીનું આયોજન કરશે.

ઉનાળા પછી લેવાશે પ્રેક્ટિલ પરીક્ષા 
તમને જણાવી દઈએ કે, અગાઉ ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 

યુવાનો માટે મોટા સમાચાર
ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

નોંધનીય છે કે, રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનો આજ (ગુરુવાર) રોજ રાજકોટના પ્રવાસે આવ્યા હતા. બપોરે રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા નવનિર્મિત બી કક્ષાના 80 તથા સી કક્ષાના 40 પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આવાસોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ આવાસના લોકાપર્ણ પ્રસંગે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ધારાસભ્ય ઉદય કાનગડ, રાજકોટ મેયર પ્રદીપ ડવ, મોહનભાઈ કુંડારિયા, રાજકોટ કલેકટર પ્રભવ જોશી, કમલેશ મીરાણી, રમેશ ટીલાળા, સહીતના પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news