ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નાણકીય વર્ષ 2023-24 નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ 2023-24 નું 2637.80 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. વાર્ષિક પાણીવેરો બમણો કરી 840ના બદલે 1500 રૂપિયા કરવામાં આવ્યો છે. કોઠારીયા સહિત નવા ભળેલા વિસ્તારના વિકાસ માટે માત્ર 15 કરોડની ફાળવણી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2023-24 નું 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે 2637.80 કરોડ નું બજેટ મંજુર કરવમાં આવ્યું છે. મનપા કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો છે. જેમાં પાણીવેરો બમણો કરી 840 ના બદલે 1500 રૂપિયા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આજના બજેટમાં ખાસ કોઈ મોટી નવી જાહેરાત કરવામાં આવી નથી.


ગાય સાથે સેલ્ફી લેવા હવે પડાપડી થશે! વેલેન્ટાઈન ડેને અનોખા કોન્સેપ્ટ સાથે ઉજવાશે!


મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2022-23 નું  રીવાઈઝ અને 2023-24 નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાશકો અને સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કરી 2637.80 કરોડ નું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. મનપા કમિશનર દ્વારા 100 કરોડનો કરબોજ જનતા પર મુકવામા આવ્યો હતો. જેમાં 60.39 કરોડનો ઘટાડો કરી શાસકોએ 39.97 કરોડનો કરબોજ જનતા પર મુક્યો છે. જેમાં રાજકોટની જનતા પર પાણી વેરો ત્રણ ગણો નહિ પણ ડબલ કરવા શાસકોએ નિર્ણય કરી રહેણાંક મકાનોમાં વાર્ષિક પાણીવેરો 840 થી વધારીને 1500 કરવા જાહેર કર્યું છે. 


OBC કમિશનને લઇને ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા આદેશ


મિલકત વેરામાં કોઈ વધારો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યો નથી. જયારે ડોર ટુ ગાર્બેજ કલેક્શનમાં રહેણાંક ઉપયોગમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી પરંતુ વ્યાપાર ઉપયોગી ગાર્બેજ કલેક્શનમાં કમિશનર દ્વારા સૂચવેલ વધારો માન્ય રાખી 730 થી વધારી બમણો કરી 1460 રૂપિયા મંજુર કરવામાં આવ્યો છે. આ સાથે સિનેમા ટેક્સમાં પ્રતિ શો દીઠ 100 રૂપિયા વધારી 1000 કરવા સૂચન કરવામાં આવ્યું હતું પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 રૂપિયા વસૂલવા મંજુર કરેલ છે.


રાજકોટ મનપાના બજેટમા ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી 150 ફૂટ રિંગરોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે 10 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે મોટામવા સ્મશાન નજીક પાર્કિંગ વ્યવસ્થા માટે 6 કરોડના ખર્ચે પાર્કિંગ સુવિધા તૈયાર કરવામાં આવશે. આમ ડ્રાફ્ટ બજેટના અભ્યાસ બાદ આજે રાજકોટ મહાનગર પાલિકાના નાણાકીય વર્ષ 2023-24 નું 2637.80 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે શાસકો દ્વારા 39.37 કરોડના કરબોજ વાળું બજેટ રજુ કરાયું છે.


ઉત્તર ગુજરાતની આ યુનિ.માં વિવિધ પાક પર થશે રિચર્સ, જાણો લોકોને શું થશે ફાયદા?


રાજકોટ મનપાના બજેટમાં શાસકોએ કુલ 39.25 કરોડ ખર્ચે ઉમેરેલી નવી 15 યોજના


  • રૈયા ટેલિફોન એકસચેન્જ ચોકમાં ઓવરબ્રિજ - 10 કરોડ

  • મોટામવા સ્મશાન પાસે વાહન પાર્કિંગ વ્યવસ્થા - 6 કરોડ

  • ઉપલા કાંઠે વોકિંગ ટ્રેક અને પ્લે ગ્રાઉન્ડ - 1.50 કરોડ

  • રાજકોટ દર્શન સિટી બસ - 1 કરોડ

  • ડસ્ટ ફ્રી રોડ - 5 કરોડ

  • યુનિફોર્મ આઇડેન્ટીટી માટે - 2 કરોડ

  • ઝોન ઓફિસોમાં હેલ્પ ડેસ્ક - 50 લાખ

  • સ્માર્ટ સ્કુલ માટે - 76 લાખ

  • પ્રાથમિક શાળાઓમાં કલરકામ - 5 કરોડ

  • ઝોન દીઠ એક બોકસ ટેનિસ ક્રિકેટ- 1.50 કરોડ

  • શહેરના કોઇ એક વોર્ડમાં કોમ્યુનિટી હોલ - 5 કરોડ

  • કાઉન્સિલર્સ મોનિટરિંગ એપ - 50 લાખ

  • મેન્ટેનન્સ એકસપેન્સીસ મોનિટરિંગ સિસ્ટમ - 50 લાખ

  • તહેવારોમાં ગાંધી મ્યુઝીયમમાં બાળકોને મફત પ્રવેશ

  • રામનવમીએ રામવનમાં બાળકો અને વૃધ્ધોને નિઃશુલ્ક પ્રવેશ.


ઊલેખનીય છે કે રાજકોટ શહેરમાં આ પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ કોઠારીયા વિસ્તારમાં રોડ રસ્તા ને લઈને આંદોલનો થયા છે ત્યારે રાજકોટના નવા ભરેલા વિસ્તાર માટે મહાનગરપાલિકાના બજેટમાં માત્ર 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેને લઈને મહાનગરપાલિકાના શાસકો સામે સવાલો ઊભા થાય છે કેમકે કોઠારીયા વિસ્તારમાંથી રાજકોટ મહાનગરપાલિકા સૌથી વધુ ટેક્સ વસૂલ કરે છે પરંતુ સૌથી વધુ સુવિધાઓ આ વિસ્તારમાં જોવા મળે છે..