ઉત્તર ગુજરાતનો ડંકો સમગ્ર દેશમાં વાગશે! આ યુનિ.માં વિવિધ પાક પર થશે રિચર્સ, જાણો લોકોને શું થશે ફાયદા?

પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન માટે પ્રથમ વાર રૂ. 71 લાખનુ માતબર રકમનું અનુદાન મળવા પામ્યું છૅ. જેના થકી યુનિ.માં જ વિવિધ પ્રકારના શાકભાજી તેમજ કેટલાક પાકનું પ્રાકૃતિક પ્રકારે વાવેતર કરવામાં આવશે.

ઉત્તર ગુજરાતનો ડંકો સમગ્ર દેશમાં વાગશે! આ યુનિ.માં વિવિધ પાક પર થશે રિચર્સ, જાણો લોકોને શું થશે ફાયદા?

ઝી બ્યુરો/પાટણ: ઉત્તર ગુજરાતમાં પ્રથમ વાર ઉત્તર ગુજરાત યુનિ. પાટણમાં એરંડા, જીરુ, રાય તેમજ બટાટા પાક ઉપર રિચર્સ કરવામાં આવશે અને આ તમામ પાકનું વાવેતર પ્રકૃતિક રીતે કરવામાં આવશે. આ ખેતી વિષયક સંશોધન માટે પ્રથમ વાર રૂ. 71 લાખનુ માતબર રકમનું અનુદાન યુનિ. ના લાઈફ સાઇન્સ વિભાગ મળ્યું છે.

Valentines Day પછી બદલાઇ શકે છે આ 5 રાશિવાળા લોકોની કિસ્મત, ચમકશે ભાગ્ય

પાટણ યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન માટે પ્રથમ વાર રૂ. 71 લાખનુ માતબર રકમનું અનુદાન મળવા પામ્યું છૅ. જેના થકી યુનિ.માં જ વિવિધ પ્રકારના શાકભાજી તેમજ કેટલાક પાકનું પ્રાકૃતિક પ્રકારે વાવેતર કરવામાં આવશે. જે રોગ મુક્ત અને લોકોના શરીરને ફાયદા કારક બની રહે તે પ્રકારની પહેલ કરવામાં આવી છૅ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના ડોક્ટર આશિષ પટેલ અને ડોક્ટર હિમાંશુ બારીયાને પ્રાકૃતિક ખેતી વિષયક સંશોધન માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન ગાંધીનગર તેમજ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા રૂપિયા 71 લાખનું અનુદાન પ્રાપ્ત થયુ છે.

OBC કમિશનને લઇને ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ, ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા આદેશ

આગામી સમયમાં યુનિવર્સિટીની ખેતી લાયક જમીનમાં 4 પ્લાન્ટ બનાવી જેમાં ઉત્તર ગુજરાતમાં થતા મુખ્યત્વે જીરું રાયડો, એરંડા, બટાકા આ પાકો પર રિસર્ચ કરવામાં આવશે. હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સિટી લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટના ડો આશિષ પટેલ અને ડો. હિમાંશુ બારિયાએ પ્રાકૃતિક ખેતી વિષયક સંસોધન બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સંશોધનમાં મુખ્યત્વે ખેતરમાંથી પ્રાપ્ત થતા કુદરતી તત્વો જેવા કે ગાયનું ગૌ મુત્ર, પાંદડા, ડાળીઓ જેવી અન્ય વસ્તુઓથી કુદરતી ખાતર બનાવવામાં આવશે. 

Viral News: એક સચવાતી નથી ત્યાં આ 7 પત્નીઓને એક સાથે રાખે છે આ ભાયડો!

આ કુદરતી ખાતરનો ઉપયોગ મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં થતા પાકો જેવા કે એરંડા, જીરુ, રાયડો તેમજ બટાટા માટે કરવામાં આવશે. કુદરતી ખાતર જેવી કે બીજામૃત, જીવામૃત ફૂગનાશકનો ઉપયોગ કરીને કુદરતી ખાતરથી ખેતીના પાકોના વૃદ્ધિ અને વિકાસનો અભ્યાસ કરવામાં આવશે. કુદરતી ખાતરની માવજત પામેલ પાકો હાલ બજારમાં મળતા પાકોથી કેવી રીતે અલગ થશે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ આ કુદરતી ખાતરનો ઉપયોગ પાક વાવેતરમાં કરવામાં આવશે.

આ બીજમાંથી બનાવેલું તેલ માથા પર લગાવો, સફેદ વાળ સહિતની અનેક સમસ્યાઓ દૂર થશે

આ ખેતમાં બહારની કોઈપણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી. મુખ્યત્વે ખેડૂતો તથા સમાજ માટે ઉપયોગી એવા આ સંશોધન થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં થતા લાભો વિશે જાણકારી આપવામાં આવશે. અને ખેડૂતો સાથે સેમિનાર પણ કરવામાં આવશે. સમાજનો વિકાસ થાય ઉપરાંત પોષણક્ષમ ખેત પેદાશોનું ઉત્પાદન કરી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય તેવા પ્રયત્નો પણ આ સંશોધન થકી કરવામાં આવશે.

અરવલ્લીના ખેડૂતે ખેતી કરવાની પદ્ધતિ જ બદલી નાંખી! હવે વર્ષે કરે છે લાખોની કમાણી

આ પ્રકૃતિક ખેતી પ્રોજેક્ટ અંગે ઇન્ચાર્જ કુલપતિ એ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સમાજના હિતમાં એક આયોજન કર્યું છે. જેમાં કેમ્પસમાં બિન ઉપયોગી જમીનમાં કુદરતી ખાતર દ્વારા આરોગ્ય યુક્ત શાકભાજી પ્રાકૃતિક ખેતી કરાશે. ઉત્પાદન કરેલ શકાભાજી કર્મચારી મંડળ મારફતે કેમ્પસમાં ગેટ પાસે સ્ટોલ બનાવી વેચાણ કરવામાં આવશે. શહેરના લોકો અને સ્ટાફ ખરીદી શકશે. ખરીદી દરમ્યાન લોકોને પ્રાકૃતિક ખેતી વાળાં શાકભાજીનો શું ફાયદો, કેવી રીતે કરી શકાય તેની માહિતી વાળી તૈયાર કરેલ પુસ્તિકા નિશુલ્ક વિતરણ કરી લોકોને ઘરે શાકભાજી વાવવા પ્રોત્સાહિત કરાશે.

Trending news