પાપ છાપરે ચડીને પોકારે! આણંદની આ હોસ્પિટલ મોટા વિવાદમાં ફસાઈ! 1991નું કૌભાંડ હવે ખુલ્યું!
આણંદ શહેરની ચિરાગ હોસ્પિટલ પર યુવક દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. ત્યારે યુવક કેવલ જોષીએ હોસ્પિટલનાં ર્ડાક્ટર કનુ નાયક પર આક્ષેપ કર્યો છે. જેમાં યુવકે ર્ડાક્ટર કનુ નાયક દ્વારા બાળ તસ્કરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.
બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં 32 વર્ષ પૂર્વે થયેલી બાળ તસ્કરીનો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં બાળ તસ્કરીનો ભોગ બનેલા યુવકે આ અંગે તબીબ અને બાળ તસ્કરીમાં સંડોવાયેલા લોકો વિરૂદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે આણંદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
EXPLAINER: ગુજરાતમાં કઈ રીતે મળશે OBCનો લાભ, જાણી લો ગણિત અને ભલામણો
નડીયાદ શહેરમાં કાકરખાડ સ્થિત દવે પોળમાં રહેતા અને ટ્રાવેલર્સનો બીઝનેશ કરતા 32 વર્ષીય યુવક કેવલકુમાર કેદારભાઈ જોષીએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં તેણે આણંદની ચિરાગ હોસ્પિટલનાં તબીબ અને સ્ટાફ દ્વારા કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કર્યા સિવાય સાત હજારમાં તેનાં પાલક માતા પિતાને વેચી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ તેણે તબીબ સાથે થયેલી વાતચિતમાં પણ તબીબ દ્વારા કેટલીક ચોંકાવનારી વાતો કરતા આ ઓડીયો કલીપ તેણે પોલીસને પણ આપી છે.
પ્રેમ ઉભરાયો: ગુજરાતમાં દરેક પાર્ટી કેમ કરી રહી છે OBC OBC, આ છે જ્ઞાતિ સમીકરણો
હિન્દી ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી સનસનાટી ભરી બાળ તસ્કરીની વિગતો બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. આણંદ ટાઉન પોલીસે અરજીનાં આધારે હાલમાં કેવલકુમાર જોષી અને તબીબ ડૉ.કનુ નાયકનાં નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ વિસ્તારોમાં છે રક્ષાબંધનના દિવસે વરસાદની આગાહી! જાણો 7 દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ
અમદાવાદની ટેકનીકલ એજયુકેશન બોર્ડમાં તત્કાલીન આચાર્ય તરીકે ફરજ બજાવતા કેદારભાઈ જોષી અને હેમલતાબેન જોષીને લગ્નનાં 14 વર્ષ સુધી સંતાનપ્રાપ્તી નહી થતા તેઓએ અનેક દવાખાનાઓ અને મંદીરોનાં પગથીયા ધસી નાખ્યા હતા. પરંતુ તેઓની શેર માટીની ખોટ નહી ભાંગતા સગાસંબધીઓનાં મહેણા ટોણા સાંભળીને દંપતી માનસીક હેરાન થઈ ગયું હતું.
BIG BREAKING:ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
દરમિયાન હેમલતાબેન જોષીનાં ભાભી ગીતાદેવી દિનેશચંદ્ર ભટ્ટનાં મિત્ર અને પાડોસી જયોતિબેન કે જેઓ આણંદની ચિરાગ હોસ્પીટલમાં ફરજ બજાવતા હતા તેઓનાં સંપર્કથી તેઓએ ડો.કનુભાઈ નાયકનો સંપર્ક કર્યો હતો.અને ત્યારબાદ કેવલ જયારે પાંચ દિવસનો હતો ત્યારેજ ડોકટર દ્વારા તેને સાત હજારમાં તેનાં પાલક માતા પિતાને વેચાણ આપી દીધો હતો.
મોટી જાહેરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCને 27 ટકા અનામત, SC-ST માં ફેરફાર નહિ
કેવલ જોષીએ પોતાને પાંચ દિવસનો હોવા છતાં સાત હજાર રૂપિયામાં વેચાણ આપનાર તબીબ, તેમાં સંડોવાયેલા નર્સ તેમજ તેને તરછોડનાર તેનાં જૈવિક માતા પિતા સામે બાળ તસ્કરી હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે અરજી કરી છે.