પ્રેમ ઉભરાયો: ગુજરાતમાં દરેક પાર્ટી કેમ કરી રહી છે OBC OBC, આ છે જ્ઞાતિ સમીકરણો

OBC reservation: ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું મહત્વ હંમેશાથી ખાસ રહ્યું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં અનામતના મુદ્દે ફરી ઘમસાણ મચ્યું છે. 

 પ્રેમ ઉભરાયો: ગુજરાતમાં દરેક પાર્ટી કેમ કરી રહી છે OBC OBC, આ છે જ્ઞાતિ સમીકરણો

ઝી બ્યુરો/ગાંધીનગર: લોકસભાની ચૂંટણીમાં રાજ્યની સૌથી મોટી OBC વોટબેંકને અંકે કરવા રાજકીય પક્ષોમાં હોડ જામી છે. આ જ દિશામાં આગળ વધી રહેલા રાજકીય પક્ષો હંમેશાથી જાતિ આધારિત ગણિત પર ભાર મૂકતા હોય છે. ગુજરાતમાં દરેક પાર્ટીનું એક જ ટાર્ગેટ છે, ‘મિશન ઓબીસી.’ ભાજપ-કોંગ્રેસ-આપ પાર્ટી ઓબીસી મત અંકે કરવા માટે હાલ કવાયત કરી રહ્યાં છે. ગુજરાતના રાજકારણમાં OBC સમુદાયનું મહત્વ હંમેશાથી ખાસ રહ્યું છે. ત્યારે ફરી એકવાર ગુજરાતમાં અનામતના મુદ્દે ફરી ઘમસાણ મચ્યું છે. 

સરકારી ભરતી હોય કે કોલેજોમાં એડમિશનની વાત હોય ત્યારે અનામતના કારણે કેટલાક ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. જેના કારણે સોશિયલ મીડિયામાં અનામત ના મેળવી શકનાર ઉમેદવારો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અનામતના વિરોધમાં એવી દલીલ કરાઈ રહી છે કે અનામતને કારણે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. અનેક લોકોએ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળતાં એડમિશનમાં અનામતને કારણે સવર્ણોને ગેર લાભ થતો હોવાની વાત કહી હતી. અનેક લોકોએ અનામતના કારણે એડમિશન ન મળ્યા હોવાની વાતો સોશિયલ મીડિયા પર કહી હતી.    

— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2023

No description available.

હાલ અમારી સામે સોશિયલ મીડિયામાં એક યુવતીએ પત્ર વાયરલ કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે હું આ વર્ષે ધોરણ 12માં સાયન્સમાં 81 ટકા સાથે પાસ થઈ હતી. રિઝલ્ટ જોઈને ઘરના સભ્યોને ઘણા આનંદ થયો. પણ જ્યારે એડમિશનની વાત આવી ત્યારે??

કોમ્પ્યુટર એન્જીનિયરિંગમાં એડમિશન માટે ગાંધીનગર ગર્વમેન્ટ કોલેજમાં ન મળતા શંકરસિંહ વાઘેલા બાપુની કોલેજમાં વર્ષના 72000 ફી ભરીને લીધું. જેની સામે મારી બહેનપણી 41 ટકા સાથે પાસ થઈ હતી. જે અનામતના નિયમને કારણે ગર્વમેન્ટ કોલેજમાં એડમિશન મલી ગયું. મારા પપ્પાની મહિનાની આવક 25000 રૂપિયા છે, જ્યારે મારી બહેનપણીના પપ્પા સરકારી નોકરિયાત છે. જેમનો પગાર આશરે 60000 રૂપિયા છે.

મેં તો અત્યાર સુધી ઈલેક્શનમાં વોટ આપ્યો નથી. પણ જો ભારત દેશની આજ સિસ્ટમ રહેવાની હોય તો મને વોટિંગ કરવામાં કોઈ રસ પડે તેવું લાગતું નથી. 

OBC ને રીઝવવાનો પ્રયાસ કેમ
હાલ દરેક પક્ષ માટે આ 52 ટકા વસ્તી જ કેમ મહત્વની ગણાય છે તે જાણીએ. ઓબીસીમાં 146 જ્ઞાતિઓનો સમાવેશ થયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને 10 ટકાના સ્થાને 27 ટકા અનામત આપી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ બંને પાર્ટીના કુલ 62 ઓબીસી ધારાસભ્યોએ જીત મેળવી હતી.  

ઓબીસી કેટલા? 
જો ગુજરાતમાં જ્ઞાતિની વસ્તીની વાત કરીએ તો OBC 52 ટકા, ક્ષત્રિય અને અન્ય ઉચ્ચ વર્ગ-14 ટકા, પાટીદાર-16 ટકા, દલિત-7 ટકા, આદિવાસી-11 ટકા, મુસ્લિમ-9 ટકા છે. તેથી જ સમજી લો કે આ 52 ટકા વસ્તીના મત ગુજરાતમાં ચૂંટણી લડનારા કોઈ પણ પક્ષ માટે બહુ જ મહત્વના છે. હાલની વાત કરીએ તો, ભાજપ અને કોંગ્રેસે OBC અનામતમાં વધારો કરવા OBC આયોગ સમક્ષ રજૂઆત કરી છે. OBC અનામતને લઈ ભાજપ કોંગ્રેસ આમને સામને આવી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news