ગોમતીપુરમાં ડબલ મર્ડરની અજીબોગરીબ ઘટના! હત્યા કરવા આવેલા શખ્સોની જ હત્યા થઈ
ગોમતીપુર પોલીસે એક શખ્સની અટકાયત કરી ડબલ હત્યા કેસમાં શિકારી જ શિકાર બની ગયા જેવી સ્થિતિ બની હતી. ગોમતીપુરમાં હાથીખાઈ ગાર્ડન નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ખંડણી ઉઘરાવવાની બાબતમાં ડબલ હત્યાનો બનવા સામે આવ્યો છે. હત્યા કરવા આવેલા શખ્સોની જ હત્યા થઈ ગઈ છે. પાન પાર્લર ચલાવતા યુવક પાસે ખંડણી માંગવા આવેલા અસામાજીક તત્વોની હત્યા કરવામાં આવી છે.
આ તારીખો નોંધી લેજો! ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ? નદીઓ છલકાઈ જશે
ગોમતીપુર પોલીસે એક શખ્સની અટકાયત કરી ડબલ હત્યા કેસમાં શિકારી જ શિકાર બની ગયા જેવી સ્થિતિ બની હતી. ગોમતીપુરમાં હાથીખાઈ ગાર્ડન નજીક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખંડણીની ઉઘરાણી અદાવતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા બે વ્યક્તિઓના મોત અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મહુડીની સુખડી અને શેરબજારની રોકડી કોઈ ઘરે નથી લઈ ગયું! આ શેરે ખોટી પાડી કહેવત
ઘટનાની વાત કર્યે તો મોડી રાત્રે ગોમતીપુરમાં વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ આવેલ પાન પાર્લર નજીક આમિર ઉર્ફે ભાજા અંસારી, તબરેજ ખાન પઠાણ અને ઈમ્તિયાઝ ઉર્ફે રાજા અંસારી હથિયારો સાથે પહોંચ્યા હતા ત્યારે આરોપી સમીર અહેમદ મળીયાર, તેનો ભાઈ કામિલ મલિયાર અને શાહિલ મનીયાર વચ્ચે ઘર્ષણ થયું હતું. બન્ને વચ્ચે થયેલી જૂથ અથડામણ માં આરોપીએ મૃતકના હાથમાંથી હથિયાર છીનવીને હુમલો કર્યો હતો. જેમાં આમિર અને તબરેજ ખાન નું ઘટના સ્થળે મોત નીપજ્યું. જ્યારે ઈમ્તિયાઝ ઉર્ફે રાજા ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ડબલ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને ગોમતીપુર પોલીસે સમરી મણિયાર નામના આરોપી ની ધરપકડ કરી છે.
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખખડાવ્યા ગુજરાત હાઈકોર્ટના દ્વાર! જાણો શું છે મામલો?
જાહેર રોડ પર થયેલા ડબ્બલ મર્ડરની ઘટના થી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ને એફ.એસ.એલ ની મદદ થી તપાસ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સમીર અહેમદ વીર અબ્દુલ હમીદ એપાર્ટમેન્ટ માં રહે છે અને ત્યાં પાન પાર્લર ની દુકાન છે. ઈદ ના દિવસે મૃતક આમીર ઉર્ફે ભાજા અને તેના માણસો પાન પાર્લર માં ખંડણી ઉઘરાવવાની પૈસાની માંગણી કરી રહ્યા હતા.
ટી20 વર્લ્ડકપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી
આરોપી સમીરે આપવાનો ઇન્કાર કરતા દુકાનમાંથી રૂ. 1700ની પડાવી લીધા હતા. આ ઝઘડાના સમાધાન માટે આરોપીએ મૃતકને બોલાવ્યા હતા. પરંતુ મૃતકો હથિયારો લઈને આવતા બંને પક્ષ વચ્ચે અથડામણ થતા ડબલ મર્ડરની ઘટના બની હતી. મૃતક આમિર ઉર્ફે ભાજા નો ગુનાહિત ઇતિહાસ છે. તેની વિરુદ્ધ મારામારી, રાયોટિંગ, ચોરી અને હત્યા અને હત્યાના પ્રયાસના 21 ગુના નોંધાયા છે.
70 હજારના પગારદારની આટલી બધી સંપત્તિ, આ દેશોમાં કરી આવ્યો છે જલસા
ખંડણી અને દાદાગીરીનો રોફ જમાવવાની અદાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ગોમતીપુર પોલીસે સમીર મણિયાર અને તેના 2 ભાઈ કામિલ અને સાહિલ વિરુદ્ધ ગુનો નોંધીને સમીરની ધરપકડ કરી છે. જ્યારે બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.