મહુડીની સુખડી અને શેરબજારની રોકડી કોઈ ઘરે નથી લઈ ગયું! આ શેરે ખોટી પાડી કહેવત

Bondada Engineering: 'બોનદાદા'એ ખોટી પાડી આ કહેવત...જોત જોતામાં ઢગલો લોકોને કરોડપતિ બનાવી દીધા આ શરે. એક સમયે માત્ર 75 રૂપિયા હતી આ શેરની કિંમત...આજે આસમાને પહોંચી ગયો છે આ શેરનો ભાવ...

મહુડીની સુખડી અને શેરબજારની રોકડી કોઈ ઘરે નથી લઈ ગયું! આ શેરે ખોટી પાડી કહેવત

Bondada Engineering: સ્ટોક માર્કેટ વિશે એવું કહેવાય છેકે, મહુડીની સુખડી અને શેરબજારની રોકડી કોઈ ઘરે નથી લઈ ગયું! જોકે, બજારમાં એક શેર એવો છે જે સતત તેજી પકડ઼ીને રોકેટની જેમ ઉડી રહ્યો છે, આ શેરે કહેવાતને ખોટી પાડી દીધી છે. લોકો કરોડપતિ બનાવી રહ્યો છે બોનદાદાનો શેર! એક સમયે માત્ર 75 રૂપિયા હતો ભાવ...શેર હોય તો આવો! 10 મહિનામાં જ રોકાણકારો થયા લખોપતિ, જેણે ઉંચુ રોકાણ કર્યું એ લોકો બની ગયા કરોડપતિ. બોનદાદા એન્જિનિયરિંગના શેરમાં આવ્યો 544%નો વધારો..

આ સ્ટોક જ્યારે માર્કેટમાં આવ્યો ત્યારે શું હતો ભાવ?
બોનદાદા એન્જિનિયરિંગ ગયા વર્ષે માત્ર રૂ. 75 માં માર્કેટમાં પ્રવેશ્યું હતું, જ્યારે લિસ્ટિંગના માત્ર દસ મહિનામાં શેરનો ભાવ હવે રૂ. 2,600ને પાર કરી ગયો હતો. બુધવાર, 19 જૂને કંપનીનો શેર 5% વધીને રૂ. 2,686.50 પર બંધ થયો હતો. છેલ્લા 10 મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 3,300 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

ખુલતાની સાથે જ આ શેરે બતાવ્યો હતો કમાલઃ
બોનદાદા એન્જિનિયરિંગના શેર્સે લિસ્ટિંગ પછી બજારમાં તેમના રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર શેરમાં છેલ્લા કેટલાકથી ઉતાર ચઢાવ આવતા તેણે છેલ્લા બે દિવસોમાં અપર સર્કિટમાં રહ્યો હતો. બોંદાડા એન્જિનિયરિંગના શેર ગયા વર્ષે 30 ઓગસ્ટ, 2023ના રોજ BSE SME પર લિસ્ટ થયા હતા અને ત્યારથી આ શેરે માત્ર થોડા મહિનામાં જ રોકાણકારો રોકેટ બની ગયા અને રોકાણકારોને તગડી કમાણી કરાવી આપી.

બોંદાડા એન્જિનિયરિંગ ગયા વર્ષે માત્ર રૂ.75 માં માર્કેટમાં પ્રવેશ્યું હતું, જ્યારે લિસ્ટિંગના માત્ર દસ મહિનામાં શેરનો ભાવ હવે રૂ. 2,600ને પાર કરી ગયો હતો. બુધવાર, 19 જૂને કંપનીનો શેર 5% વધીને રૂ. 2,686.50 પર બંધ થયો હતો. છેલ્લા 10 મહિનામાં બોનદાદા એન્જિનિયરિંગના શેરમાં 3,300 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જે બુધવારે તેની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. તો કંપનીના શેરની 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 142.50 રહી હતી.

બોનદાદા એન્જિનિયરિંગનો IPO ગયા વર્ષે 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2023 દરમિયાન રોકાણ માટે ખુલ્યો હતો. નોંધનીય છે કે, બોંદાડા એન્જિનિયરિંગનો IPO ગયા વર્ષે 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2023 દરમિયાન રોકાણ માટે ખુલ્યો હતો. આ IPOમાં, કંપનીના શેરની કિંમત રૂ. 75 નક્કી કરવામાં આવી હતી. જેમાં છૂટક રોકાણકારો 1,600 શેરના એક લોટ માટે પણ IPOમાં રોકાણ કરી શકતા હતા. એટલે કે રિટેલ રોકાણકારોએ IPOના એક લોટ માટે રૂ. 1.20 લાખનું રોકાણ કરવું પડ્યું હતું. આમ, અત્યાર સુધી જો કોઈ શેરધારકે બોનદાદા એન્જિનિયરિંગના શેર રાખી મૂક્યા હશે તો જંગી નફો કર્યો હશે. બુધવારે કંપનીના શેર રૂ. 2,686.50 પર બંધ થયા હતા, એટલે કે IPOના 1,600 શેરનું વર્તમાન મૂલ્ય રૂ. 42.98 લાખ અંદાજે હશે.

છેલ્લાં 6 મહિનામાં શેરમાં થયો 561% નો વધારોઃ
છેલ્લા છ મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 561%નો વધારો થયો છે. 19 ડિસેમ્બર, 2023 ના રોજ, કંપનીના શેર રૂ. 406.40 પર હતા, જ્યારે બુધવાર, 19 જૂન, 2024 ના રોજ, બોંદાડા એન્જિનિયરિંગના શેર રૂ. 2,686.50 પર બંધ થયા હતા. દરમિયાન, છેલ્લા ત્રણ મહિનામાં બોનદાદા એન્જિનિયરિંગના શેરમાં 229%નો વધારો થયો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 544%નો વધારો થયો છે. તેમજ છેલ્લા એક મહિનામાં બોનદાદા એન્જિનિયરિંગના શેરમાં 47 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે છેલ્લા પાંચ દિવસમાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 26 ટકાથી વધુનો વધારો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news