લવ, સેક્સ ઓર ધોખાનો કિસ્સો! પતિ પત્નીને કરતો હતો દેહવ્યાપાર માટે દબાણ, ન્યૂડ તસવીરો વાયરલ કરી, પછી...
અમદાવાદના નરોડા વિસ્તારમાં હેવાન બનેલા અને જુગાર, સટ્ટા , દારૂના રવાડે ચડેલા વિશાલ ભાવસાર યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં લવ, સેક્સ ઓર ધોકાનો કિસ્સો સામે આવ્યો છે ! નરોડા વિસ્તારમાં પૈસા માટે એક પતિએ પોતાની પત્નીનો સોદો કરી નાખ્યો ! હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પતિ એ પત્નીના દેહના વેપાર માટે તેનો મિત્રોનો પણ ઉપયોગ કર્યો. નિષ્ઠુર બનેલા આરોપીએ તેના 2 વર્ષની દીકરીને પણ તેના મિત્રોને હવાલે કરી દીધી અને પત્નીના મોર્ફ કરેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા. જોકે અંતે પતિથી કંટાળીને પત્ની એ તેના પતિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી હતી, ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી પતિની ધરપકડ પણ કરી લીધી છે.
રાજસ્થાનના 58 બેઠકો પર પાયલટનો દબદબો, કોંગ્રેસના કકળાટનો લાભ લઈ રહી છે ભાજપ
અમદાવાદના નરોડા વિસ્તારમાં હેવાન બનેલા અને જુગાર, સટ્ટા , દારૂના રવાડે ચડેલા વિશાલ ભાવસાર યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી. જોકે સટ્ટામાં આર્થિક નુકસાન જતા આરોપી તેની પત્ની ને દેહ વેપારમાં ધકેલતા મજબૂર કરી. છેલ્લા બે વર્ષથી પત્ની ને અનૈતિક ધંધામાં ધકેલી રાખી, જે માટે આરોપી વિશાલે તેના પુરુષ મિત્રો નો ઉપયોગ પણ કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપી ની મહિલા મિત્રો એ પણ ફરિયાદી મહિલાના દેહ વેપારના સોદા માટે આરોપીને મદદ કરતી.
માતાએ ઘરકામ કરી જે દીકરીને ભણાવી તે બોર્ડમાં એવુ પરિણામ લાવી કે ગર્વથી માથુ ઉંચુ થાય
ચોકાવનારી બાબતો તો એ છે કે મહિલાના પતિએ તેની પત્નીના મોર્ફ કરેલ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા અને પોતાની જ પત્ની ના ફોટો ને પોર્ન સાઈટ પર અપલોડ પણ કરી દીધા હતા. છેલ્લા બે વર્ષથી અનૈતિક દેહ વેપારના ધંધાથી કંટાળીને આખરે મહિલાએ તેના પતિ અને પતિના મિત્ર વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદની શાનમાં વધારો થશે : આ દિવસથી સાબરમતી નદીમાં ખુલ્લી મૂકાશે તરતી રેસ્ટોરન્ટ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા વિશાલ નામનો આરોપી પહેલા થી લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને આરોપી એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્નેની નિકટતા વધી અને 2018થી લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના થકી ફરિયાદી મહિલા ગર્ભવતી બની. જેથી ફરિયાદી મહિલા ના આગ્રહના કારણે 2021 માં બંનેના લગ્ન થયા.
લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધ
મોટી વાત એ છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલા લગ્ન અંગે વાકેફ ન હતી ! સટ્ટા અને જુગારના રવાડે ચડેલા પતિ પૈસા ગુમાવતો ગયો , જે બાદ ઉંધા રવાડે ચડેલા પતિ તેની પત્ની નો સોદો કરવાની શરૂઆત કરી.જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી પૈસા કમાતો હતો. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકી ને તેમની પાસે જ રાખતા. જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકી નો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
હોટલમાં નૂડલ્સ ખાવાના શોખીન હોવ તો આ Video ખાસ જુઓ, આંખે અંધારા આવી જશે
પહેલા પ્રેમ, બાદમાં શારીરિક સંબંધ અને પત્નીને દગો આપવાના કિસ્સામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ ફરાર અન્ય પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી પત્નીનો એ પણ આરોપ છે કે પતિ વિશાલે તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હતા. જેને લઈને નરોડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.