માતાએ ઘરકામ કરીને જે દીકરીને ભણાવી તે બોર્ડમાં એવુ પરિણામ લાવી કે ગર્વથી માથુ ઉંચુ થઈ જાય

Surat Toppers : સુરતમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી પિતા વગરની દીકરી 99.99 રેન્ક પ્રાપ્ત કર્યા, માતા ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે 
 

માતાએ ઘરકામ કરીને જે દીકરીને ભણાવી તે બોર્ડમાં એવુ પરિણામ લાવી કે ગર્વથી માથુ ઉંચુ થઈ જાય

GSEB HSC Commerce Result 2023 પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં સરકારી શાળામાં અભ્યાસ કરતી પિતા વગરની વિદ્યાર્થીનીએ 12 કોમર્સમાં 99.99 રેન્ક હાસીલ કર્યા છે માતા ઘર કામ કરી દીકરીને ભણાવતી હતી. જ્યારે દીકરીએ માતાની મહેનત નું પરિણામ આપતા પરિવારમાં ખુશ ખુશાલ થઈ ગયું છે,

હાલમાં જ રાજ્યભરમાં સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જ્યારે સુરતના પાંડેસરા કર્મયોગી સોસાયટી ખાતે રહેતી જાગૃતિ નામની વિદ્યાર્થીનીએ 99.99 રેન્ક એક મેળવ્યા છે. જાગૃતિ આંગણવાડીમાં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન પિતા ઘર છોડીને જતા રહ્યા હતા.માતા ઉજ્વલા પાટીલ ઘર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા છે. ઉજ્વલા બેનને પરિવારમાં બે દીકરી અને દીકરો છે. મોટી  દીકરી જાગૃતિ પાટીલે ધોરણ 12 કોમર્સ માં 99.99 રેન્ક સાથે 95.91 ટકા પ્રાપ્ત કરતા માતા સહિત પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પિતા રણછોડ પાટીલ 15 વર્ષ પહેલાં પરિવાર છોડીને જતા રહ્યા છે, જાગૃતિની માતા ઉજ્વલા પાટીલ ઘર ચલાવવા માટે વેસુ વિસ્તારમાં ઘર કામ કરી બાળકોને અભ્યાસ પૂરુ પાડતા છે.જાગૃતિ પાટીલ ધોરણ 1 થી 12 સુધી સરકારી શાળામાં જ અભ્યાસ કર્યો છે. હાલમાં ઉધના ખાતે આવેલ સુરત મહાનગરપાલિકાની સુમન હાઈસ્કૂલ- 6 અભ્યાસ કરતી હતી. આજે ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જાગૃતિ એ ઓનલાઈન પરિણામ ચેક કર્યું હતું જ્યારે તેનું પરિણામ જોઈને  ચોકી ઉટી હતી. જાગૃતિ એ 99.99 રેન્ક સાથે 95.91 ટકા પ્રાપ્ત કર્યા છે.જ્યારે થોડા દિવસ પહેલાં ધોરણ 10 નું પરિણામ જાહેર થયું હતું જેમાં જાગૃતિની નાની બહેન ભાવિકા પાટીલે 90.91 ટકા પ્રાપ્ત કર્યા હતા. 

જાગૃતિ માતા જે રીતના બીજાના ઘરે ઘર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તે પરિસ્થિતિને જોઈને જાગૃતિ એ વિચાર કર્યો હતો કે શિક્ષણ મેળવીને CA બનીશ અને ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારી માતાને મદદરૂપ થઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news