હોટલમાં નૂડલ્સ ખાવાના શોખીન હોવ તો આ Video ખાસ જુઓ, આંખે અંધારા આવી જશે

Frog Found In Noodles: જ્યારે લોકો કોઈ રેસ્ટોરન્ટમાં બહાર ખાવાનું ખાય છે ત્યારે તેઓ તે મનપસંદ વ્યંજનના સ્વાદને મન ભરીને માણવા માંગતા હોય છે. જો તમે પણ કોઈ મનગમતી રેસ્ટોરન્ટમાં ખાવા માટે જાઓ તો ત્યાં આવી કોઈ ઘટના ઘટે તો શું થાય? કદાચ ફરીથી બહાર ખાવાનું જ ભૂલી જાઓ.

હોટલમાં નૂડલ્સ ખાવાના શોખીન હોવ તો આ Video ખાસ જુઓ, આંખે અંધારા આવી જશે

Frog Found In Noodles: જ્યારે લોકો કોઈ રેસ્ટોરન્ટમાં બહાર ખાવાનું ખાય છે ત્યારે તેઓ તે મનપસંદ વ્યંજનના સ્વાદને મન ભરીને માણવા માંગતા હોય છે. જો તમે પણ કોઈ મનગમતી રેસ્ટોરન્ટમાં ખાવા માટે જાઓ તો ત્યાં આવી કોઈ ઘટના ઘટે તો શું થાય? કદાચ ફરીથી બહાર ખાવાનું જ ભૂલી જાઓ. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાંથી નૂડલ્સ ઓર્ડર કર્યા અને તેના આ ભોજનમાં એક જીવતો દેડકો કૂદતો જોવા મળ્યો. જાપાનમાં એક વ્યક્તિના નૂડલ્સના કપમાં એક જીવતો દેડકો જોઈને આ વ્યક્તિના તો જાણે હોશ ઉડી ગયા. 

રેસ્ટોરન્ટના નૂડલ્સમાંથી નીકળ્યો જીવતો દેડકો
કાઈતો (@kaito09061) નામના એક યૂઝરેસ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ઉદોન (ઘઉના લોટના બનેલા એક મોટા નૂડલ, જે જાપાનમાં લોકપ્રિય વાનગી છે)માં એક જીવતો દેડકો તરતો જોવા મળી રહ્યો છે. વ્યક્તિ આ નૂડલ્સ ખાઈ રહ્યો હતો. તેણે જાપાની ભાષામાં ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે તે એક બિઝનેસ ટ્રિપ પર હતો અને તેણે ટેકઅવેનો ઓર્ડર આપ્યો હતો. તેણે એક જાપાની ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાંથી ઉદોનનો ઓર્ડર આપ્યો. તે મસાલેદાર સેલેડ ઉદોન ખાઈ રહ્યો હતો, જ્યારે તેની આંખો અચાનક એક નાનકડા દેડકા પર પડી ત્યારબાદ તે દંગ રહી ગયો. 

何にカエル🐸

振った後に食べて最後の方まで気づかなかった

お店は3時間の営業停止の後にその日の夜から営業再開、今もサラダや同じ商品を販売中

食べる前には気をつけて pic.twitter.com/pjbxuLy9F6

— 魁斗 (@kaito09061) May 22, 2023

છેલ્લો સિપ લેતા નજર પડી
કપની અંદર દેખાઈ રહેલા દેડકાને તેણે પોતાના મોબાઈલ કેમેરાથી રેકોર્ડ  કરી લીધો. કાઈતોએ શેર કર્યું કે તેણે ઉદાનને ખાતા પહેલા કપ હલાવ્યો હતો. જેવો તે નૂડલ્સ ખતમ કરવાનો જ હતો કે તેણે જીવતો દેડકો જોયો. તેણે વધુમાં ખુલાસો કર્યો કે તેની ફરિયાદ બાદ દુકાન ફક્ત 3 કલાક માટે બંધ રહી અને પછી ખુલી ગઈ. નૂડલ રેસ્ટોરન્ટે બીજા દિવસે પોતાની વેબસાઈટના માધ્યમથી માફી માંગી. તેણે જણાવ્યું કે તેમના કારખાનામાં આ શક્ય બન્યું હોઈ શકે છે. કંપનીએ જાહેરાત કરી કે તે કાચા શાકભાજીઓની સાથે ખાદ્ય પદાર્થોના વેચાણને અસ્થાયી રીતે બંધ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news