મૌલિક ધામેચા, અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં TLGH હોસ્પિટલમાં કોરોનાના દર્દીના મોત બાદ સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ અને એપિડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતકના સાળા કુલદીપ સહિત 15 લોકો સામે રાયોટિંગ અને તોડફોડ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ સંચાલકો ડૉકટર દ્વારા ફરિયાદી બન્યા છે. જ્યારે હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીથી થયેલી મોત મામલે પીએમ રિપોર્ટ અને ડોકટરોની બોર્ડ કમિટીના રિપોર્ટમાં ડોકટરની બેદરકારી સામે આવશે તો જ ગુનો નોંધવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે ઘટના
ઉલ્લેખનીય છે કે દાણીલીમડામાં રહેતા અને બેંકના કર્મચારી એવા અમિત કાપડિયાનો 23 નવેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચાંદખેડાની TLGH હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે રાતે અમિતનું મોત નિપજતાં સગાઓ દ્વારા હોસ્પિટલમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ કરી હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવતા હોોસ્પિટલમાં નુકસાન થયું હતું.  ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડતા પોલીસે અકસ્માતે મોત નોંધી હતી. ત્યારે કોરોમાં પોઝિટિવ દર્દી યોગ્ય સારવાર ન થતી હોવાની ફરિયાદો TLGH હોસ્પિટલ સામે આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube