બોડકદેવમાં આવેલી AMCની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીધી
સફાઇકર્મીઓ પોતાના પ્રશ્નો બાબતે બોડકદેવ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા થલતેજ વોર્ડના સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીવાની ઘટના સામે આવી છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં આ ઘટના બની છે. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી.
એએમસીની ઝોનલ ઓફિસમાં ઝેરી દવા પીધી
પ્રાપ્ત વિગત સફાઇકર્મીઓ પોતાના પ્રશ્નો બાબતે બોડકદેવ ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ ન મળતા થલતેજ વોર્ડના સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ 108 મારફતે તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ Corona News: રાજ્યમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના નવા કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
આવતીકાલે સફાઇકર્મીઓની હડતાળ
બોડકદેવ ઓફિસમાં એક સફાઇકર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યા બાદ અન્ય સફાઇકર્મીઓ આવતીકાલે હડતાળ પર ઉતરવાના છે. મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા કાલે શહેરમાં સફાઇ કામ કરવામાં આવશે નહીં. ગુરૂવારે હડતાળ અંતર્ગત તમામ સફાઇકર્મીઓ સવારે 9 કલાકે બોડકદેવ ઝોન ઓફિસે ભેગા થશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube