અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢના દામોદર કુંડ ખાતે સાધુ સંતોનું સંમેલન મળ્યું હતું. જેમાં અનેક જ્ઞાતિના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સંમેલનનો મૂળ ઉદ્દેશ્ય હતો. મહાશિવરાત્રીના મેળામાં વિધર્મીઓની રવેડીનો ઉપયોગ ન કરવામાં આવે તે બાબતની માંગ. ઉપરાંત શિવરાત્રીના મેળામાં વિઘર્મીને વેપાર માટે સ્ટોલ ફાળવવામાં ન આવે તે માંગ બાબતે પણ ચર્ચા કરાય. જ્યારે છેલ્લો અને ત્રીજો મુદ્દો હતો ભવનાથને વહેલામાં વહેલી તકે વેજજોન જાહેર કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરો ટળ્યો નથી! આ જિલ્લાના ખેડૂતો સામાન સગેવગે કરી નાખજો! આ યોગ બનવાથી થશે રમણભ્રમણ


આ સંમેલન દરમિયાન મહંત મહેશગીરીએ જણાવ્યું હતું કે અમે દરેક ધર્મનું સન્માન કરીએ છીએ. કોઈ વ્યક્તિ કે ધર્મનો વિરોધ નથી. પરંતુ સનાતન પ્રેમી હોવાના નાતે અમારી માંગ છે કે શિવરાત્રીના મેળામાં વીધર્મીઓની બગીનો ઉપયોગ ન કરાય. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે અમે કોઈને સામેથી છેડતા નથી અને એક વાર છેડીયા બાદ છોડતા પણ નથી. દામુ કુંડ ખાતે સંમેલન પૂર્ણ થયા બાદ રેલી રૂપે નીકળી ભવનાથ સ્થિત ત્રણેય અખાડાઓના મહંતોને આ મુદ્દાઓ પર રજુઆત કરાઈ હતી.


છોટું વસાવાના નિવેદનથી સૌ ચોંક્યા! કહ્યું; 'મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં..'


મહત્વનું છે કે તાજેતરમાં મહેશગીરી અને અન્ય સાધુ સંતો દ્વારા ગિરનાર છાયા મંડળની રચના કરવામાં આવી હતી. જેના નેજા હેઠળ આજનું સંમેલન આયોજન કરાયું હતું.


ગુજરાતના આ જિલ્લામાં ચાર મિનિટમાં મોટો વિનાશ! વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોની કમર તોડી