છોટું વસાવાના નિવેદનથી સૌ કોઈ ચોંક્યા! કહ્યું; 'મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે'

Loksabha Election 2024: છોટું વસાવાએ કહ્યું કે તેનો પુત્ર મહેશ વસાવા ના સમજ છે અને અને તેને ભ્રમિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપ અને કોંગ્રેસ પક્ષની ટીકા પણ કરી હતી.

છોટું વસાવાના નિવેદનથી સૌ કોઈ ચોંક્યા! કહ્યું; 'મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે'

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. ભાજપ દ્વારા ગુજરાતના 15 સહિત કુલ 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી હતી. ગુજરાત લોકસભા બેઠકો પર સૌની નજર ભરૂચ લોકસભા સીટ પર છે. AAP અને કોંગ્રેસે ગઠબંધન કરી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે. જેને લઇને ભાજપે પણ તેનો તોડ કાઢવા માટે ફરી પીઢ અને અનુભવી નેતા મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. ત્યારે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે.

મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું. પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના એંધાણને લઈને છોટુ વસાવાએ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, મહેશ ના સમજ છે, મિસ ગાઈડ કરવામાં આવ્યો છે, હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે RSSના વિરોધી છીએ, પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ અમે વિરોધ કરીશું. લાલચ હશે અને સમાજ ગમતો ના હોય એ બીજી પાર્ટીમાં જાય.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ BTS અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતા. આ મુલાકાતના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સેવવામાં આવે છે. ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news