ગુજરાતના આ જિલ્લામાં ચાર મિનિટમાં મોટો વિનાશ! વાવાઝોડા સાથે વરસાદે ખેડૂતોની કમર તોડી
GujaratRains: ચાર મિનિટ આવેલા વાવાઝોડા સાથે વરસાદે જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખીને ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે. ભિલોડા શામળાજી સહીત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેનાથી ઘઉં ભીના થઇ ગયા, જયારે વાવાઝોડાને પગલે ઘઉંનો સોથ વળી ગયો. ઘઉં જમીન દોસ્ત થઈ જતા હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
Trending Photos
સમીચ બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદને પગલે રવિ પાકમાં વાવેતર કરાયેલા ઘઉ, મકાઈ, વરિયારી, બટાકા જેવા પાકોમાં વ્યાપક નુકશાન થયું છે. ઘઉના અને મકાઈના પાકનો સોથ વળી ગયો ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહયા છે.
વરસેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા
અરવલ્લી જિલ્લાના કે જ્યા છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. અરવલ્લી જિલ્લામાં રવિ સીઝનમાં કુલ 1 લાખ 24 હજાર હેક્ટર જમીનમાં ખેડૂતોએ જુદાજુદા પાકોનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ 80 હજાર હેક્ટર જમીનમાં ઘવના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, અને 30 હજાર હેક્ટરમાં બટાકા, 10 હાજર હેક્ટર જમીનમાં વરિયારી, 14465 હજાર હેક્ટર જમીનમાં મકાઈ જેવા પાકોની વાવણી કરી હતી.
સર્વે કરી સહાયની માગણી
ત્યારે વાવેતર બાદ પાક તૈયાર થઇ જવાના આરે હતો તેવામાં વરસેલા કમોસમી વરસાદે પાકને મોટું વ્યાપક નુકશાન કર્યું છે. ત્યારે સૌથી વધુ ઘઉં અને મકાઈના પાકને નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે.
ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું
ખાસ કરીને ચાર મિનિટ આવેલા વાવાઝોડા સાથે વરસાદે જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખીને ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે. ભિલોડા શામળાજી સહીત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેનાથી ઘઉં ભીના થઇ ગયા, જયારે વાવાઝોડાને પગલે ઘઉંનો સોથ વળી ગયો. ઘઉં જમીન દોસ્ત થઈ જતા હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે