રક્ષિત પંડ્યા/રાજકોટઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન છે. પરંતુ આ વચ્ચે નશાનો વેપાર કરતા લોકો ચોરી છુપીથી પોતાનો માલ વેચી રહ્યાં છે. આવી ઘટના રાજકોટમાં સામે આવી છે. પોલીસે હેરોઇનના જથ્થા સાથે પતિ-પત્નીની ધરપકડ કરી છે. શહેરના કોઠારિયા રોડ પર એક દંપતિ કેફી પદાર્થ સાથે ઊભા હોવાની પોલીસને બાતમી મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચીને બંન્નેની પુછપરછ કરી હતી. જેમાં શહેરના જંકશન વિસ્તારમાં રહેલા ઇમરાન પઠાણ અને ફાતમા પઠાણ નામના દંપતિ પાસે 33 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ જથ્થો જંગલેશ્વર વિસ્તારમાંથી લઈ આવ્યા હતા. પોલીસે નારકોટિક્સના ગુનામાં આરોપીની ધરપકડ કરી સપ્લાયરને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. 


ઉલ્લેખનિય છે કે જંગલેશ્વર વિસ્તાર રાજકોટનો હોટસ્પોટ વિસ્તાર છે અને આ વિસ્તારમાંથી અત્યાર સુધી 48 પોઝિટિવ કેશ સામે આવ્યા છે જેમાં 10 જેટલી શેરી ક્લસ્ટર કરવામાં આવી છે. જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


કમોસમી વરસાદ પાક બગાડ્યો, જેતપુર-ધોરાજી પંથકમાં ખેડૂતોને નુકસાન  


 ત્યારે સવાલ એ છે કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં સપ્લાયર કેફી પદાર્થ બહાર કેવી રીતે મોકલ્યું તે પણ એક તપાસ નો વિષય છે. હવે પોલીસ તપાસમાં શું સામે આવશે અને વધુ કેટલા આરોપીના નામ સામે આવશે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર