મિતેશ માલી/વડોદરા: પાદરાના મુજપુરના દરિયાપુરાના મહીસાગર કોતર વિસ્તારમાંથી હત્યા કરીને પુરુષને માટીમાં દાટી દીધેલ લાશ મળી હતી. તીક્ષ્ણ હથિયારથી માથાના ભાગે ઇજાઓ થયેલ લાશ મળતા પાદરા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાદરાના મુજપુરના દરિયાપુરા વિસ્તારના મહીસાગર કોતર વિસ્તારમાં હત્યા કરેલા મુજપુરના સરકારી દવાખાના નજીકમાં રહેતા ગેમલસિંહ પરમારના માથાના ભાગે તિષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાયેલી લાશ મળતા પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી 


આ વિશે મળતી માહિતી પ્રમાણે, મુજપુરના ગેલમસિંહ પરમાર ગઈકાલથી ઘરેથી ગુમ હતા અને આજે દરિયાપુરા વિસ્તારમાંના કોતરમાંથી લાશને માથેથી ઉંઘી માટીમાં દાટેલી લાશ મળી હતી. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ મૃતદેહને બહાર કાઢી પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. 


ભાજપના સિનિયર નેતાની તબિયત લથડી, તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ!


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અજાણ્યા હત્યારો એ ગેમલસિંહના માથાના ભાગે તિષણ હથિયારથી હત્યા કરીને માટી મા ઉધા મોઢે દાટી દીધી હતી. ચકચારીત ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓમાં વડોદરા ગ્રામ્ય LCB પોલીસ અને વડું પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પાદરા પોલીસ દ્વારા મૃતદેહને પાદરાની સરકારી દવખાને પોસ્ટમોર્ટમ અથે મોકલી આપ્યો હતો.


માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું 


સમગ્ર બાબતે હત્યા કોને કરી હત્યા કરવાનું કારણ તે અંગે પોલીસ દસર તપાસ શરૂ કરાઇ હતી. પરંતુ પાદરા તાલુકામાં બની રહેલા હત્યાના બનાવોને લઇ પોલીસની પણ ઊંઘ હરામ થઈ છે. 


ઘટી ગઈ iPhone 14 ની કિંમત! અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત