માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું

Gandhinagar News : માઉન્ટ આબુમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભૈરવદાન ગઢવીના ફાર્મમાંથી ઝડપાયા કૌભાંડી પૂર્વ કલેક્ટર એસ કે લાંગા..ખેડૂત ન હોય તેને ખેડૂત બતાવી સરકાર સાથે કરી હતી છેતરપિંડી... 

માઉન્ટ આબુથી પકડાયેલા લાંગાની ક્રાઈમ કુંડળી ખુલી, સરકારને કરોડોનું નુકસાન પહોચાડ્યું

ex collector sk langa મૌલિક ધામેચા/અમદાવાદ : માઉન્ટ આબુથી ઝડપાયેલા કૌભાંડી પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના મોટા ચિઠ્ઠા ખૂલ્યા છે. ખેડૂત ન હોય તેને ખેડૂત બતાવી સરકાર સાથે છેતરપીંડી કરી હતી. એસ કે લાંગાની લાખોની બેનામી સંપતિ હોવાની આશંકા છે. ત્યારે એસ કે લાંગાની ધરપકડ કરતા તેની પાસે વધુ સંપત્તિ જાહેર થઈ છે. લાંગાએ સરકારને 20 કરોડનુ નુકસાન પહોચાડ્યું હોવાનો અંદાજ છે. એસ કે લાંગાના જૂનાગઢમા 4 બંગલો, માતરમા જમીન અને અમદાવાદ આસપાસ જમીન, ફ્લેટ અને બંગ્લો છે. એસ કે લાંગાની રાઈસ મિલમાં પાર્ટનર હોવાનુ પણ સામે આવ્યું છે. તેમજ અમિરાજ બિલ્ડ કોનમા લાંગા ભાગીદાર હોવાનું ખૂલ્યું છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવી લાંગાના ભાગીદાર હોવાનુ સામે આવ્યું છે. 

એસ કે લાંગા માઉન્ટ આબુમા ભૈરવદાન કે ગઢવી ( બી કે ગઠવી પુર્વ કેન્દ્રીય મંત્રી)ના ફાર્મમા રોકાયા હતા, જ્યાંથી અટકાયત કરાઈ હતી. SIT ની ટીમે ઈલેક્ટ્રીકસીટીના અધિકારી તરીકે ઓળખ આપી બંગલોમાં પ્રવેશ મેળવ્યો હતો. એસ કે લાંગાનું ખેડૂત હોવાની માહિતી પણ ખોટી હોવાની શંકા છે. એસ કે લાંગા ભાણવડના શિવા ગામના વતની, ગામમા પણ ખેડૂત હોવાની તપાસ કરવામાં આવી. SIT દ્વારા તપાસમા લાંગાના કાર્યકાળ દરમિયાનના એક લાખ પાનાના દસ્તાવેજો કબ્જે કર્યા, જેની હાલમાં તપાસ કરવામાં આવશે.

ગાંધીનગરના રાજય સેવકના હોદ્દા ઉપર હોય તે દરમ્યાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી એસ કે લાંગા નિવૃત્ત કલેકટરે પોતાના તથા જે તે વખતના તત્કાલીન ચીટનીસ તથા આર એ.સી તથા પોતાના મળતીયાઓના આર્થિક ફાયદા સારૂ સહઅધિકારીઓ/કર્મચારીઓ તથા અરજદાર સામાવાળાઓ સાથે મની પૂર્વ આયોજીત કાવતરૂ રચી, જર્મીનના ખોટા એન એ હુકમો કરી, સરકારમાં ભરવાનું થતું પ્રિમીયમ નહિ ભરાવી, સરકારને આર્થિક નુકશાન કરી, બિન ખેડૂતને ખેડૂત તરીકે દર્શાવી, તેમજ નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી, ખોટા પુરાવા ઊભા કરી, ખોટા ડોકયુમેન્ટ બનાવી, તેનો ખરા તરીકે ઉપયોગ કરી પોતે નિવૃત્ત થયા બાદ દસ્તાવેજો/હુકમોમાં સહી કરી, પોતે હોદ્દા ઉપર ન હોવા છતાં ખોટા દસ્તાવેજ બનાવી, જુની તારીખમાં તેનો અમલ બતાવી,ખરા તરીકે ઊપયોગ કરી, પોતે તથા પોતાના મળતીયાઓએ મોટો આર્થિક ફાયદો મેળવી, પીતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામે અપ્રમાણસર મિલ્કત વસાવી ભાગીદારીમાં રાઇસ મીલ ચલાવી, પોતાની સરકારી ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કર્યા. એસ.કે. લાંગા અને જે તે વખતના ચીટનીશ અને આર.એ.સી. નાઓની વિરૂધ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં એસ કે લાંગાના કાર્યકાળ દરમ્યાન લેવામાં આવેલ મહેસુલી નિર્ણયો બાબતે તપાસ કરવામાં આવેલ અને એક વર્ષ તપાસ બાદ કેટલાક પુરાવા મળતા ગુનો નોંધાવા આવ્યો.

ગાંધીનગર જીલ્લાના કાર્યકાળ દરમ્યાન ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના મુલસણા ગામે આવેલ અમદાવાદ પાંજરાપોળ સંસ્થા હસ્તક ૯૯ વર્ષના ભાડા પટ્ટા ઉપર અને કબજામાં રહેલ ખેતીની જમીનના મુળ માલિકો દ્વારા ધરતી સામુદાયિક સહકારી ખેતી મંડળી અને તેના સભાસદો તેમજ જુદા જુદા વ્યક્તિઓને વેચાણ કરી દીધેલ હોવાથી અને પાંજરાપોળ સંસ્થા દ્વારા પણ સદરહુ જમીન ભાડા પટ્ટામાંથી રીલીઝ કરી દઇ વેચાણના હક્કો આપી દીધેલ હોય અને તે સમગ્ર ખેતીની જમીની જેનું વેચાણે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૩ દરમ્યાન થયેલ હતુ. પરંતુ તમામ જમીનો હેતુફેર કરાવવાની અને બિનખેતીમાં તબદીલ કરવાની કાર્યવાહી એસ, કે, લાંગાના ગાંધીનગર કલેકટરના કાર્યકાળ દરમ્યાન જ થયેલ હોવાથી સમગ્ર મુદ્રાઓની તપાસ ટીમ દ્વારા તલસ્પર્શી અભ્યાસ કરી મુકાશેર સંસ્થા, ટ્રસ્ટ અને તેના કાર્યકારી સભ્યો તેમજ ખેડૂત ખાતેદાર તરીકે ખેતીની જમીન ખરીદનાર અને એનએ કરાવવાની કાર્યવાહી કર્યા બાદ અમદાવાદ સ્થિત એમ.જી રીયાલીટી તથા ગોયલ ગ્રૂપને વેચાણ આપવામા આવી હતી. તે અંગેની ઉંડાણપૂર્વક તપાસ કરી આ સિવાય કુલસણા ગામની અલગ અલગ સર્વે નંબરની જમીન એન.એ. કરાવવાની કાર્યવાહી જુદા જુદા અરજદારી દ્વારા ઓનલાઇન ઓફલાઇન કરવામાં આવેલ હોવાથી અને તેનો નિકાલ કરી જમીનો બિનખેતી હેતુફેર કરવામા આવેલ હોય મુલસણા ગામની એન.એ. અરજીઓનું રેકર્ડ કલેક્ટર કચેરી તરફથી રજૂ કરવામાં આવતા તપાસ અર્થે કબજે લેવામાં આવ્યા છે. 

SIT ટીમે ગુનાની તપાસ કાર્યવાહી દરમ્યાન મુલસણા ગામની જમીન આનુસંગિક મામલતદાર કલોલની કચેરીમાં ઉપસ્થિત થયેલ તકરારી વિવાદી કેસો તેમજ કૃષિપંચ મામલતદારશ્રી કલોલ કચેરીમાંથી ગણોત સંબંધિત દાખલ થયેલ તકરારી કેસોની વિગત મેળવવામાં આવેલા - સદરહુ ગુનાના કામે ગાંધીનગર જીલ્લામાં આવતા અનેક ગામો અને તેના અનેક સર્વે નબરોમાં થયેલ મહેસુલી ગેરરીતી બાબતની હકીકત કલેક્ટર ગાંધીનગરની કચેરીના અહેવાલથી જણાવવામાં આવી. તેના મુદ્દાઓ બાબતે પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે. નિવૃત્ત કલેક્ટર એસ.કે.લાંગાએ ખોટા નિર્ણયો કરી સરકારના હિતોને નુકશાન પહોચાડી, એન.એ. જમીન કરાવવા અંગે અરજી કરનાર ખેડૂતોને લાભ કરાવવાના આશયથી કાર્યવાહી કરતા સરકારને આશરે ૨૦ કરોડ થી વધુનું નાંણાકીય નુકશાન થયું એછ. તે બાબતે પણ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news