કોરોનાઃ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી દર્દીઓને મળે તે માટે એએમસીએ બનાવ્યું ડેસ્ક બોર્ડ
આ ડેસ્ક બોર્ડના માધ્યમથી કઈ હોસ્પિટલમાં આઈસીયુ બેડ, વેન્ટીલેટર બેડ અથવા અન્ય બેડ ઉપલબ્ધ છે તેની બધી જાણકારી મળશે. આ માહિતી આહ્વાનાની વેબસાઇટ અને હોસ્પિટલ એન્ડ નર્સિંગની વેબ પરથી મળી શકશે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધી રહ્યાં છે તો બીજીતરફ કોરોનાના દર્દીઓને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવાની ઘટનાઓ પણ બનતી રહે છે. કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે, તેની માહિતી ન હોવાને કારણે દર્દીઓએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકવુ પડે છે. હવે આ સમસ્યાને દૂર કરવા માટે મહાનગર પાલિકાએ એક લાઈવ ડેસ્ક બોર્ડ તૈયાર કર્યું છે.
કોવિડના દર્દીઓ માટે કેવા અને કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઇન માહિતી માટે આ ડેસ્ક બોર્ડ બનાવવામાં આવ્યું છે. આ ડેસ્ક બોર્ડના માધ્યમથી કઈ હોસ્પિટલમાં આઈસીયુ બેડ, વેન્ટીલેટર બેડ અથવા અન્ય બેડ ઉપલબ્ધ છે તેની બધી જાણકારી મળશે. આ માહિતી આહ્વાનાની વેબસાઇટ અને હોસ્પિટલ એન્ડ નર્સિંગની વેબ પરથી મળી શકશે.
ખાનગી હોસ્પિટલોને નીતિન પટેલની કડક શબ્દોમાં ચેતવણી, કોરોનાના દર્દી પાસેથી વધુ ચાર્જ વસૂલશો તો કડક પગલા લઈશું
તો કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં બેસ્ક બોર્ડ માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવશે. એએમસીનો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક આ ડેસ્ક બોર્ડને અપડેટ કરશે. એસવીપીના 1000થી વધારે બેડ, અમદાવાદની 52થી વધારે પ્રાઇવેટ હોસ્પિટલના એએમસી ક્વોટાના 2000થી વધારે અને પ્રાઇવેટ 800 બેડની માહિતી તેના પર ઉપલબ્ધ રહેશે. એએમસી હજુ અન્ય હોસ્પિટલ સાથે એમઓયૂ કરીને 500 બેડનો ઉમેરો કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર