અંબાજી મંદિરમાં મુંબઈના માઈભક્તે કર્યું લાખોનું દાન, સવા 9 લાખ રૂપિયાની મા જગદંબાને ભેટ
લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર અંબાજી મંદિરમાં અનેક વાર લોકો દાન કરતાં હોય છે. અંબાજી મંદિરમાં એક ભક્ત દ્વારા 12 હજાર 842 કિલો ચાંદીની આપી ભેટ આપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ એક ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં સોનાના મુગટનું દઆન કરાયું હતું હતું.
ઝી બ્યુરો/બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં વધુ એક ભક્તે દાન કર્યાનું સામે આવ્યું છે. લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર અંબાજી મંદિરમાં અનેક વાર લોકો દાન કરતાં હોય છે. વિગતો મુજબ અંબાજી મંદિરમાં એક ભક્ત દ્વારા 12 હજાર 842 કિલો ચાંદીની આપી ભેટ આપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ એક ભક્ત દ્વારા અંબાજી મંદિરમાં સોનાના મુગટનું દઆન કરાયું હતું હતું.
ગુજરાતમાં કર્મચારીઓ આકરા પાણીએ! સરકાર સામે બાયો ચઢાવી, પેન ડાઉન આંદોલનની જાહેરાત
અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું મોટું દાન મળ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. મુંબઈના માઇ ભક્તે 12.842 કિલો ચાંદી મંદિરને ભેટ ધરી છે. ચાંદીના 17 ચોરસા અંદાજે કિંમત રૂપિયા 9,24,600(રૂપિયા નવ લાખ ચોવીસ હાજર છસો) ની ચાંદી મંદિરને ભેટ ચડાવી છે.
26 ફેબ્રુથી 15 માર્ચ સુધી ગુજરાતમાં કંઈક મોટું થશે! અ'વાદ માટે આ શું બોલ્યા અંબાલાલ?
વર્ષોથી પોતાના કામ ધંધામાં માતાજીનો ભાગ નીકળતા હતા તે એકત્રિત કરી આજે લાખો રૂપિયાની ચાંદી મંદિર ટ્રસ્ટને ભેટ અર્પણ કરી છે. આ દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખી ચાંદીનું ગુપ્તદાન કરેલ છે. મંદિર ટ્રસ્ટએ ચાંદીનું ગુપ્તદાન સ્વીકાર્યું છે.
ગુજરાતને મળી પ્રથમ AIIMS ની ભેટ, સાવ નજીવા ખર્ચે મળશે મલ્ટી- સ્પેશિયાલિટી સારવાર