મૌલિક ધામેચા/અમદાવાદ: થોડા સમયમાં રૂપિયા ડબલ મેળવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગને અમદાવાદ સાઈબર ક્રાઈમે ઝડપી છે. ફોરેક્ષ ટ્રેડીંગમાં રોકાણ કરો અને ડબલ રૂપિયા પરત અપાવવા ના નામે લોકો પાસેથી રૂપિયાનુ રોકાણ પડાવવાના ગુનામાં 3 આરોપી ઝડપાયા છે. પરંતુ આ ગુનાના માસ્ટરમાઈન્ડ ભાઈ-બહેન બંન્ને સુરત અને અમદાવાદ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા છે. સાયબર ક્રાઈમ પોલીસની કસ્ટડીમાં રહેલા આ 3 આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી ફોરેક્ષ ટ્રેડીંગના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય પોલીસને મોટી સફળતા, 22 દિવસમાં ગુમ થયેલા 533 બાળકોને શોધી કાઢ્યાં


વરૂણ ખુરાના, જયેશ વાઘેલા અને ચિરાગ ગામીતની સાયબર ક્રાઈમે સુરતથી ધરપકડ કરી છે. આરોપી વિરુધ્ધ અમદાવાદ સાયબર ક્રાઈમમાં 2.35 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ઝડપાયેલ તમામ આરોપી સોફ્ટવેરની મદદથી રૂપિયા ડબલ કરવાની લાલચ આપી લોકોની પરસેવાની મુડી પડાવતા હતા. ઝડપાયેલા 3 આરોપી પોતાના અન્ય બે ફરાર સાગરીત અને ભાઈ બહેનની મદદથી સુરતમા કોલસેન્ટર ચલાવતા હતા. જેમા ગ્રાહકોને લાલચમાં ફસાવવા માટે મેટાટ્રેડર 5 નામનુ એક સોફ્ટવેર ડાઉનલોડ કરાવતા અને બાદમાં તેમા રોકાણની રકમ સાથે ઉંચી વળતરની એન્ટ્રીઓ બતાવતા હતા. 


ભાવનગર: વારંવાર દર્દીઓ ભાગી જતા હોવાની ફરિયાદ બાદ કોવિડ હોસ્પિટલની કિલ્લેબંધી


જોકે ભોગ બનનાર દ્વારા મોટી રકમનુ રોકાણ કરી દેવામાં આવે ત્યાર બાદ આ સોફ્ટવેર તમામ એન્ટ્રી ડીલીટ કરી અને સ્ટોપ કરી દેવામાં આવતુ. જે અંગે પોલીસે સોફ્ટવેરનો ડેટા અને આરોપીના બેંક અકાઉન્ટની માહીતી મેળવી કેટલા રૂપિયા અને કોની પાસેથી મેળવ્યા છે તેની તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઈમે ઝડપેલા 3 આરોપીમાંથી જયેશ વાઘેલા મુખ્ય આરોપી હતો. જે છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરી કેશ કરાવતો હતો. તો અન્ય બે આરોપીને 20 ટકા રકમ મળતી હતી. જોકે આ ગુનાના ફરાર ભાઈ બહેન પોલીસની કસ્ટડીમાં આવે તો ફોરેક્ષના નામે રૂપિયા પડાવતી અન્ય ગેંગનો પણ પર્દાફાશ થઈ શકે છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આ ગુનાની તપાસ દરમિયાન અન્ય કેટલા ગુનાનો ભેદ ઉકેલાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર