ભાવનગર: વારંવાર દર્દીઓ ભાગી જતા હોવાની ફરિયાદ બાદ કોવિડ હોસ્પિટલની કિલ્લેબંધી
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: શહેરની કોવિડ સીવીલ હોસ્પિટલને કિલ્લા બંધી કરી દેવામાં આવી છે. શહેરની કોવિડ હોસ્પિટલમાંથી કોરોના દર્દીઓ ફરાર થઈ જવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સારવાર લઈ રહેલા દર્દીઓ માનસિક ભયના કારણે હોસ્પિટલમાંથી ભાગી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલની ચારે તરફ લોખંડી પતરા લગાવી કિલ્લે બંધી કરી ચુસ્ત સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે.
ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 2600 થી વધુ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. જ્યારે હાલમાં 450 થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, પરંતુ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓ માનસિક ભયના કારણે હોસ્પિટલમાંથી ભાગી રહ્યા છે.
તો બીજી તરફ દર્દીઓના સગાસંબંધીઓ હોસ્પિટલમાં ભેગા થવાના કારણે સંક્રમણ વધી રહ્યું હતું. ત્યારે થઈ રહેલા જમાવડા અને દર્દીઓના ફરાર થઈ જવાના મામલે હોસ્પિટલની ચારેકોર લોખંડી પતરા મારી કિલ્લેબંધી કરી ચુસ્ત સિક્યુરિટી ખોઠવી દેવામાં આવી છે, તેમજ આવતા જતા તમામ લોકોનું ચેકીંગ કરી પ્રવેશ કે બહાર જવા દેવામાં આવી રહ્યા છે. જેથી દર્દી કે હોસ્પિટલની ઇજ્જત કોઇ પણ બહાર ન જઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે