સોમવારે બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નકલી પોલીસની સ્કવોર્ડ પહોંચી અને પછી...
આમ તો ગઈ કાલે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું. જો કે પોલીસનો ડ્રેસ પહેરી અંદર ઘુસવા જતા કેટલાક યુવાનોનો ભાંડો ફૂટ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘુસવા જતા એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસે પૂછતાછ હાથ ધરતા પોતે નકલી પોલીસનો ડ્રેસ પહેર્યો હોવાનું ખુદ કબુલ્યું હતું.
જયેશ દોશી/નર્મદા : આમ તો ગઈ કાલે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું. જો કે પોલીસનો ડ્રેસ પહેરી અંદર ઘુસવા જતા કેટલાક યુવાનોનો ભાંડો ફૂટ્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘુસવા જતા એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસે પૂછતાછ હાથ ધરતા પોતે નકલી પોલીસનો ડ્રેસ પહેર્યો હોવાનું ખુદ કબુલ્યું હતું.
હાઇવે પર મધરાત્રે ફિલ્મી સ્ટાઇલે કરોડોની લૂંટનો પ્રયાસ, મુસાફરોએ પ્રતિકાર કર્યો અને...
સુરતથી 5-6 યુવાનો ગઈ કાલે વડોદરા કામ અર્થે આવ્યા હતા. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાની વાતથી અજાણ કામ પૂર્ણ થતાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યા હતા. એસ.આર.પી 18 ગ્રુપ પોલીસે એમને અંદર ઘુસવા ન દેતા યુવાનો પૈકીના અમિત સિંગે પોલીસનો નકલી ડ્રેસ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસની પૂછતાછમાં અંતે એણે પોતે પોલીસ ન હોવાનું કબુલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે કેવડિયા ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે, વાગડીયા નજીક એસ.આર.પી 18 ના જવાનો વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં, ત્યારે કાર રોકી ચેકીંગ હાથ ધર્યું હતું. કારમાં 4-5 યુવાનોમાંથી એક યુવાન પોલિસનો ડ્રેસ પહેરીને બેઠો હતો એની પાસે આઈ.કાર્ડ માંગ્યું હતું એ ન આપતા એની પર શંકા ગઈ હતી. ત્યાર બાદ એની સાથે અન્ય યુવાનોએ પોલીસને કહ્યુ હતુ કે, એણે નકલી ડ્રેસ પહેર્યો છે.આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી મોબાઈલ અને કાર જપ્ત કર્યા છે.
આ યુવાનોએ ફેસબુક પર ફોટા પાડી અપલોડ કરી રોફ જમાવવા પોલીસનો ડ્રેસ ખારીદ્યો હોવાનું પણ માસુમીયત સાથે કબુલ્યું છે ત્યારે સવાલએ થાય છે કે, યુવાનો માત્ર ફિલ્મી ઢબે રોફ મારવા ક્યાં સુધી પહોંચશે. અમિત સિંગ ઉર્ફે રાજા સોનુ સિંગે સુરતની એક દુકાનમાંથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા પાડી રોફ જમાવવા માટે પોલીસનો ડ્રેસ ખરીદયો હતો. અગાઉ સુરતના પાંડેસરામાં પણ એની વિરુદ્ધ પોલીસની ખોટી ઓળખ આપવા બદલ ગુનો નોંધાયો છે. અમિત સિંગ પાંડેસરામાં એક ખાનગી કંપનીમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે તેમ પણ તેણે કબુલ્યું છે.
શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો! વિરોધ યથાવત, અનેક સેન્ટરો પરથી શિક્ષકો ગાયબ
માત્ર ફિલ્મો જોઈને યુવાધન આજે હીરોગીરી કરવા નીકળીય પડે છે પરંતુ ફિલ્મોમાં બતાવતી દરેક વસ્તુ ટેક્નોલોજી આધારિત હોય છે અને આ ટેક્નિલોજીના આધારે જ આજની પોલીસ પણ કામ કરતી હોય છે ત્યારે આવા માત્ર રોફ બતવવા ફરતા લાંબે મુછિયા યુવાનોએ વાતની પણ જાણકારી મેળવવી જોઈએ કે ખોટી રીતે પોલીસ બની ગમે ત્યાં ઘુસી શકાતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube