હાઇવે પર મધરાત્રે ફિલ્મી સ્ટાઇલે કરોડોની લૂંટનો પ્રયાસ, મુસાફરોએ પ્રતિકાર કર્યો અને...

જિલ્લાના અંકલેશ્વર મુલદ હાઇવે ઉપર ફાયરિંગ કરી રૂ. 2.50 કરોડના હીરાની લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો છે. લૂંટના પ્રયાસમાં લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી. બસના ક્લીનર તેમજ મુસાફરોની સમય સૂચકતાના કારણે લૂંટ કરવા આવેલ લૂંટારુઓ ભાગવું પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જિલ્લાના તમામ નાકા ઉપર ચેકીંગ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હાઇવે પર મધરાત્રે ફિલ્મી સ્ટાઇલે કરોડોની લૂંટનો પ્રયાસ, મુસાફરોએ પ્રતિકાર કર્યો અને...

ભરૂચ : જિલ્લાના અંકલેશ્વર મુલદ હાઇવે ઉપર ફાયરિંગ કરી રૂ. 2.50 કરોડના હીરાની લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો છે. લૂંટના પ્રયાસમાં લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી. બસના ક્લીનર તેમજ મુસાફરોની સમય સૂચકતાના કારણે લૂંટ કરવા આવેલ લૂંટારુઓ ભાગવું પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જિલ્લાના તમામ નાકા ઉપર ચેકીંગ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના 4 કર્મચારીઓ પાસે રહેલા ₹2.50 કરોડના હીરા લૂંટવાનો પ્રયાસ થયો છે. લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મુસાફર ઈજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો છે. ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પાર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે 3 લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે 48 ઉપર મુલદ નજીક એક મહારાષ્ટ્ર પાસિંગની અર્ટિગા કારે બસને ઉભી રાખી હતી. લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસે રહેલા હીરા લુંટવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ ગતરાતે ગોપાલ ટ્રાવેલ્સની લક્સઝરી બસ ભાવનગરથી સુરત રવાના થઇ હતી. બસ મળસ્કે 4 વાગ્યાના અરસામાં નર્મદા નદી ઉપરનો ટોલ પસાર કરી મુલદ પહોંચી ત્યારે એક અર્ટિગા કારે બસને થોભાવી હતી. પીછો કરતી અર્ટિગા કારના આવ્યા બાદ બસમાં બેઠેલા લૂંટારુઓ પણ એક્ટિવ થઇ ગયા હતા. આ લૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને શોધી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો તો બહારથી લૂંટારુઓએ ચાલાક અને ક્લીનર ઉપર હુમલો કર્યો હતો. આ ઝપાઝપીમાં લૂંટારુઓનો સામનો મુસાફરોએ પણ કર્યો હતો. લૂંટારૂઓને બહાર ધકેલી બસનો દરવાજો બંધ કરવાનો પ્રયાસ કરનાર ભાવનગરના અનિલ ડાંગર નામના મુસાફર ઉપ્પર લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં તેને હાથમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. આ જોઈ બસમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી નજીકથી પસાર થતા વાહનમાં સવાર લોકોને રોકવા પ્રયાસ કરતા લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર ડિવિઝનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મુસાફરોના નિવેદનના આધારે વર્ણન મેળવી જિલ્લામાં નાકાબંધીના આદેશ કરાયા હતા. ઘટનાના પગેલ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ટોલટેક્સ અને હાઇવે હોટલોના CCTV ફૂટેજની તપાસ શરૂ કરાવી અલગ અલગ દિશામાં ટીમ રવાના કરી હતી.

ટેક્નિકલ સર્વેલન્સ સાથે લૂંટારુઓની કારના વર્ણનના આધારે નેશનલ હાઇવે ને અડીને આવેલા તમામ વિસ્તારોમાં ભરૂચ પોલીસ દ્વારા નાકાબંધી કરી દેવાઈ છે. પોલીસે સીસીટીવી નેટવર્કની મદદથી પણ લૂંટારુંઓનો પીછો શરૂ કર્યો છે. ભરૂચ હાઇવે ઉપર ₹2.50 કરોડના હીરાની લૂંટ મુસાફર અને ક્લીનરની હિંમતથી નિષ્ફળ બની છે, ત્યારે ભાવનગરથી અઢી કરોડના હીરા લઈ સુરત જઇ રહેલા અલ્ફ અલગ પેઢીના 4 આંગડિયાના કર્મચારીઓ પાસે રહેલા કરોડોના હીરા કાયદેસર હતા કે ગેરકાયદેસર તે પણ તપાસનો વિષય બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news