Gujarat Weather Forecast: ગુજરાતમાં આજથી (21 જૂન) વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે રાજ્યમાં ક્યાં કેવુ વાતાવરણ રહેશે તેની એક આગાહી કરવામાં આવે છે. ગુજરાતમાં 7 જુલાઈ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને એક આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 17થી 18 દિવસ ગુજરાતમાં ભારે બની રહેવાના છે. ગુજરાતમાં 7 જુલાઈ સુધીનું વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતને સાવધાન, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાને સાવધાન, ઉત્તર અને મધ્ય ગુજરાતને સાવધાન કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા


ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5થી 8 જુલાઈમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં 26-27 જૂને અતિભારે વરસાદ પડવાની આગાહી છે. 30 જૂનથી 4 જુલાઈ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં વરસાદનો એક જોરદાર રાઉન્ડ આવી રહ્યો છે, જી હા...જેમાં સમગ્ર ગુજરાતમાં આગામી 17થી 18 દિવસમાં 16 ઈંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે.


વડોદરામાં આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; કારનું પડીકું વળી ગયું, 3ના કરૂણ મોત


7 જુલાઈ સુધી ક્યાં કેટલો પડશે વરસાદ?
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે કચ્છના અલગ અલગ વિસ્તારોમાં 1 અને 2 ઈંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે દ્વારકા, રાજકોટમાં, ભાવનગરના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી, છોટાઉદેપુર, ડાંગ જ્યાં 1થી 3 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. 4 ઈંચ વરસાદ પડવાની આગાહીમાં બનાસકાંઠાના આસપાસનો વિસ્તાર, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદના અમુક જગ્યા, છોટાઉદેપુર અને ડાંગનો સમાવેશ થાય છે, તેવી રીતે 5 ઈંચ વરસાદની શક્યતાઓમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ અને ખાસ કરીને જૂનાગઢનો સમાવેશ થાય છે.


₹6.65 થી ઓલટાઈમ હાઈ ₹423.90 પર પહોંચી ગયો આ શેર, 1 લાખના ત્રણ વર્ષમાં બની ગયા 66 લાખ


હવે ગુજરાતમાં 6 ઈંચ સુધીના વરસાદની વાત કરીએ તો બનાસકાંઠાના અમુક ભાગો, પાટણનો થોડો વિસ્તાર, મહિસાગર અને પંચમહાલ, આણંદ અને નર્મદાનો સમાવેશ થાય છે. 8 ઈંચ વરસાદની વાત કરીએ તો, ગીરસોમનાથનો નાનકડો વિસ્તાર અને સુરત, તાપી, નવસારી, વલસાડ છે, તેવી જ રીતે 10 ઈંચ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ભરૂત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે અને ગુજરાતમાં અતિ તીવ્ર વરસાદ એટલે કે 10થી લઈને 16 ઈંચ વરસાદ પડવાની સંભાવના માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે. 


ગુજરાતીઓ બહુ કેનેડા કેનેડા કેમ કરે છે, આ છે તેના 3 મોટા કારણ


સુરતમાં વરસાદ શરૂ
સુરતમાં આજે ફરી એક વાર વરસાદ શરૂ થયો છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે આજે સુરતમાં લોકોને પલળવાનો વારો આવ્યો. તો નોકરિયાત અને વીદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હજી પણ સુરતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યાં છે. 


અરે આ તે કેવો યોગ? માથા પર પાણીની બોટલ, માટલું અને ફૂટબોલ મૂકી કર્યા યોગ!


વાવાઝોડાના વરસાદથી જળાશયો ભરાયા
ગઈકાલે ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા ૧૫ વર્ષોની સ્થિતિએ સૌથી વધુ છે. રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૪ જળાશય હાઈ એલર્ટ, ૦૧ એલર્ટ, ૦૩ વોર્નિંગ પર છે.


સિંહનું શુક્ર રાશિમાં ગોચર, 7 જુલાઈથી 7 રાશિઓ માટે ખુલી જશે ભાગ્યનો દરવાજો


આજે ક્યાં વરસાદની શક્યતા 
હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે જે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે વ્યક્ત કરવામાં આવી છે. આજના દિવસે રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો  આગામી ત્રણ દિવસ (22થી 24 જૂન) સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢનો સમાવેશ થાય છે.


Weight Loss: વધેલા વજનની ચિંતા કરવાનું છોડી ફોલો કરો આ ડાયટ પ્લાન, ફટાફટ ઘટશે વજન


અંબાલાલ પટેલની આગાહી 
ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં પહોંચે તેવું અનુમાન છે. પરંતું 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે.


જાણી જોઈને કરજ નહીં ચૂકવનારાઓને ઈનામ આપી રહી છે RBI? બેંકે શું કહ્યું તે ખાસ જાણો


અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.