વડોદરાના કરજણમાં આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; કારનું પડીકું વળી ગયું, ત્રણના મોત

વડોદરાના કરજણમાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે, જેમાં કારનું પડીકું વળી ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતના અહેવાલ છે.

વડોદરાના કરજણમાં આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત; કારનું પડીકું વળી ગયું, ત્રણના મોત

ઝી બ્યુરો/વડોદરા: વડોદરાથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. જેમાં વડોદરાના કરજણમાં આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે, જેમાં પૂરપાટ ઝડપે દોડી રહેલ વાહનોની ટક્કરથી 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કરજણમાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે, જેમાં કારનું પડીકું વળી ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતના અહેવાલ છે. કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને ટક્કર મારી હતી. જેમાં કારમા સવાર ત્રણમાંથી 2ના મોત થયા હતા, જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 

કરજણમાં થયેલા આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોની ઓળખમાં ઉકમ ભારતી, સુરેશ ભારતી તરીકે થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news