મૌલિક ધામેચા, અમદાવાદ: ચાંદખેડામાં એક વેપારીના જન્મ દિવસે જ મિત્રએ ગિફ્ટમાં આપ્યું મોત. મિત્રએ ધંધા અર્થે ટુકડે ટુકડે આપેલા 6 કરોડની લેવડદેવડમાં મિત્રની હત્યા થઈ જેને પગલે ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી. કોણ છે મિત્રના જન્મ દિવસે જ હત્યા કરનાર આરોપી જોઈએ આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાંદખેડામાં તપોવન સર્કલ નજીક દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલા મિત્ર વેપારીની હત્યા કરીને ફરાર થઇ ગયો. આ બિલ્ડીંગમાં વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો 30 મેંના રોજ જન્મદિવસ હતો. કમલેશભાઈ પોતાની ઓફિસમાં હતા ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ ઉઘરાણી કરવા આવ્યો અને કમલેશભાઈને કંપનીના કર્મચારીની હાજરીમાં ખુરશી વડે અને મૂઢ માર માર્યો.


હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવવાનું કન્ફર્મ, પોસ્ટર જાહેર કરી કેસરીયો ખેસ ધારણ કરવાનો જણાવ્યો સમય


કમલેશભાઈ બેભાન થઈ જતા તેમને કંપનીના કર્મચારીઓ હોસ્પિટલમાં લઈ જતા ડૉક્ટરએ મૃત જાહેર કર્યા. જે અંગે ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. મૃતક કમલેશ પટેલ અને ભદ્રેશ પટેલ બન્ને 10 વર્ષથી એકબીજાના પરિચયમાં હતા અને સારા મિત્રો હતા. ભદ્રેશ પટેલ કન્સ્ટ્રકશનની સાથે ફાયનાન્સનો પણ ધધો કરતો હતો. જેથી છેલ્લા 6 વર્ષથી કમલેશભાઈ અને ભદ્રેશ વચ્ચે ધધા માટે નાણાકીય વ્યવહાર ચાલતો હતો.


અમદાવાદીઓ સાવચેત! બીજા શહેરો કરતા અમદાવાદમાં સૌથી વધુ કેસ, ત્યારબાદ આ શહેરનો નંબર


દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશભાઈએ જાન્યુઆરી 2022 માં વેલ્ટોસા કપની શરૂ કરી હતી જેનું 2 લાખ ભાડું પણ ચૂકવતા હતા. આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશભાઈ 6 કરોડ ઉછીના લીધા હતા. 4 કરોડ ચૂકવી દીધા હતા. જ્યારે 2 કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતા મારી નાખવાની ધમકી પણ આપતો હતો. જેથી ભદ્રેશના ડરથી કમલેશભાઈ પોતાની પત્ની અને બાળકોને નડિયાદ મૂકી આવ્યા હતા.


પૂરઝડપે હંકારતા કાર ચાલકે રિક્ષા અને એક્ટિવાને લીધી અડફેટે, 1નું મોત અન્ય 2ને ગંભીર ઇજા


3 કમલેશ પટેલની હત્યાના દિવસે એટલે કે 30 મેંના રોજ કમલેશભાઈ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા. તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી. હાલમાં ચાંદખેડા પોલીસે હત્યા કેસમાં 3 ટીમો બનાવીને આરોપીની શોધખોળ કરવા કવાયત શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube