પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત ગાર્ડનમાં ત્રણ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. હત્યા તેના મિત્ર કરીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી મિત્રને ઝડપી પાડયો છે. જેમાં તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મરનાર યુવકે આરોપી પાસે સિગારેટ મંગાવી હતી. જેમાં બોલાચાલી બાદ ઝઘડો થતા માથામાં લાકડાના ફટકા માર્યા હતા, જેને લઇ યુવકનું મોત નીપજ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્મનીમાં રહેલી મૂળ ગુજરાતી દીકરી અરિહા પર મોટા સમાચાર, વિદેશ મંત્રાલયે આપી ખુશખબર


સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મનપા સંચાલિત મદનલાલ ધીંગરા ગાર્ડનમાંથી ગત 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં એક યુવક ગાર્ડનના સિક્યુરિટી ગાર્ડને મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જોકે, યુવકને ગંભીર ઇજાઓ થતાં ફરજ પરના હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


કાળજી રાખજો! આ તારીખોમાં થશે ગુજરાતમાં 'જળ તાંડવ', વાવાઝોડું સાથે મેઘાની ઘાતક આગાહી


પોલીસ તપાસ માં જાણવા મળ્યું હતું કે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં રહેતા કલ્લુ નિશાદ કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગત 18 તારીખનાં રોજ કલ્લુ પાંડેસરાના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ મહાનગરપાલિકાના ગાર્ડનમાં ચાર મિત્રો ફરવા ગયો હતો. દરમ્યાન મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલા ચાલી હતી. બોલાચાલી દરમિયાન મિત્રોએ માથામાં લાકડાના ફટકા વડે કલ્લુ ઉપર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. જેને લઇ કુલ્લુનું મોત નિપજ્યું હતું.


સંજય દત્તે દારૂના નશામાં આ હિરોઈન સાથે એવું કર્યું કે સુભાષ ધાઈએ મારી હતી થપ્પડ...' 


પાંડેસરા પોલીસની જુદી જુદી ટીમો બનાવી હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યા કરનાર મિત્ર અમાવસ રામ પરવેશ મહંતો નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. જે શખ્સને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પડી ભાંગ્યો હતો અને પોતે પોતાના મિત્રની હત્યા કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.


Unique School: જો તમારે આ સ્કૂલમાં એડમિશન જોઈતું હોય તો નાપાસ થવું જરૂરી,ફ્રીમાં થશે


પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરતા હત્યા પાછળનું ચોકાવનારું કારણ જાણવા મળ્યું હતું.આરોપી અમાવસ રામ પરવેશ મહંતોએ પોલીસને જણાવ્યું હતું કે ગત 18મી સપ્ટેમ્બરના રોજ પોતે અને તેનો મિત્ર કલ્લુ જગરૂપ ઉર્ફે નૈના નિશાદ ભેસ્તાન ખાતે આવેલા લુમ્સ ખાતા નજીક મનપા સંચાલિત ગાર્ડનમાં સાંજના સમયે જોડે બેઠા હતા. જે દરમિયાન મૃતક કુલ્લુએ મિત્ર અમાવસને દુકાનેથી સિગારેટ લઈ આવવા જણાવ્યું હતું. 


માત્ર ચાર મહિનાની વૃંદા આ ગંભીર બિમારીનો શિકાર: વડીયા ગામના લાચાર માતાપિતાની અપીલ


પરંતુ આરોપી અમાવસ મહંતોએ સિગારેટ લેવા જવાનો ઇનકાર કર્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.જેથી મિત્ર અમાવસ મહંતોએ કલ્લૂ પર લાકડી વડે માથાના ભાગે ઉપરાછાપરી જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં કલ્લુનું મોત નીપજ્યું હતું.


વિદેશ જઈ ડોલર કમાવવાના અરમાનો થઈ ચુકે છે ચકનાચૂર; ગુજરાતમાં બહાર આવ્યું મોટું રેકેટ


જોકે આરોપીએ પોલીસને એ પણ જણાવ્યું કે પોતાના મિત્રને જાનથી મારી નાખવાનો કોઈ તેનો ઇરાદો ન હતો. પરંતુ બોલાચાલી અને માથાકૂટમાં ગુસ્સામાં આવી તેણે પોતાના જ મિત્રની હત્યા કરી નાંખી હતી.


એક એવા ગણેશભક્ત જેઓ 54 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે પરંતુ વિસર્જન કરતા નથી, જાણો