'ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારી વૃંદાને જીવાડો'...વડીયા ગામના લાચાર માતા-પિતાની અપીલ

કેટલીક બિમારીઓ એવી હોય છે કે જેની સારવાર વિદેશમાં જ થઇ શક્તી હોય છે અને તેનો ખર્ચો એટલો હોય છે કે જેની કલ્પના પણ પરિવાર કરી શક્તો નથી. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઇપ-વન નામની આનુવંશિક બિમારી લાખોમાં એકાદ બાળકને જોવા મળે છે..

'ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારી વૃંદાને જીવાડો'...વડીયા ગામના લાચાર માતા-પિતાની અપીલ

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લાના વડીયા ગામના શ્રમિક ખેડૂત પરિવારની લાડલી વૃંદાની સારવાર માટે સોશિયલ મીડિયા થકી વ્હાલી દીકરી વૃંદાના માતાપિતાએ જીવ બચાવવા માટે મદદ માટે પોકાર કરી રહ્યા છે. 

કેટલીક બિમારીઓ એવી હોય છે કે જેની સારવાર વિદેશમાં જ થઇ શક્તી હોય છે અને તેનો ખર્ચો એટલો હોય છે કે જેની કલ્પના પણ પરિવાર કરી શક્તો નથી. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઇપ-વન નામની આનુવંશિક બિમારી લાખોમાં એકાદ બાળકને જોવા મળે છે, જે વડીયાના એક શ્રમિક ખેડૂત પરિવારની 4 માસની બાળકી વૃંદાને થઈ છે. જેનો ખર્ચો આ શ્રમિક ખેડૂત પરિવાર કરી શકે તેમ નથી. 

No description available.

જોકે સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ અભિયાન શરૂ કરાયા છે. એમની વચ્ચે આ 4 માસની વૃંદાના માતપિતાએ ગુજરાતની જનતા પાસે સોશિયલ મીડિયામાં મેસેજો મૂકીને મદદની ભીખ માંગી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતમાં આવી જ બિમારી સામે આવી હતી અને જેમાં પરિવારે સોશિયલ મીડિયા મારફતે મદદ માટે ગુહાર લગાવી હતી. લોકોએ યથાશક્તિ મદદ કરી હતી અને તેના થકી બાળકની સારવાર કરાવવામાં આવી હતી. જેના કારણે બાળક બચી ગયું હતું. હવે આવી જ બિમારીનો ભોગ માત્ર ચાર મહિનાની આ પરિવાસરની વ્હાલી દીકરી વૃંદા બની છે અને તેની સારવાર માટે પરિવારને સાડા સત્તર કરોડની રૂપિયાની જરૂર ઊભી થઈ છે. પરિવારે સોશિયલ મીડિયા મારફતે મદદની દીકરીને બચાવી લેવા મદદ માંગી છે. 

અમરેલી જિલ્લાના વડીયા ગામના રહેવાસી નિકુંજભાઇ હિરપરાના ઘરે ચાર મહિના પહેલાં પૂત્રીનો જન્મ થયો હતો અને જેનો પરિવારને આનંદ હતો પણ એ આનંદ ક્ષણિક સાબિત થયો હતો. વૃંદા આનુવંશિક બિમારી એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી-ટાઇપ-વનનો શિકાર બની હોવાનું નિદાન થયું હતું. આ બિમારીનું નામ જાણીને શ્રમિક ખેડૂત પરિવાર હતપ્રભ રહી ગયો અને આટલી બધી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉદભવ્યો હતો.

No description available.

વૃંદાને બચાવવા માટે શ્રમિક ખેડૂત પરિવાર આટલી રકમ કાઢી શકે તેવી સ્થિતિમાં નથી, ત્યારે પરિવારે સોશિયલ મીડિયા મારફતે વૃંદાને બચાવવા માટે બે હાથ જોડીને દીકરીને બચાવવા મદદની ભીખ માંગી છે. વૃંદાની બિમારીની સારવાર વિદેશમાં જ થઈ શકે છે અને તેના ઇન્જેક્શન મોંઘા આવે છે, જેનો ખર્ચો રૂપિયા સાડા સત્તર કરોડ થવા જાય છે. વૃંદાના પરિવારે લાડલી વૃંદાની સારવાર થાય તે માટે મિત્રો અને સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી વ્યક્તિઓ તેમજ જાહેર જનતા પાસે મદદની ગુહાર લગાવી છે. 

No description available.

અગાઉ પણ ગુજરાતના લોકોએ બાળક માટે સહાય કરી હતી અને બાળકને મોતના મુખમાંથી ઉગાર્યું હતું, ત્યારે વૃંદા માટે પણ લોકો યથાશક્તિ મદદ કરીને પરિવારને આફતમાંથી ઉગારી શકે છે. વૃંદાનો જીવ બચાવવા ગુજરાતની જનતા આગળ આવશે કે સરકાર એ જોવાનું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news