ગણેશ ભક્તની અનોખી ગાથા; 54 વર્ષથી મૂર્તિની સ્થાપના તો થાય છે પરંતુ વિસર્જન થતું નથી, જાણો રોચક હકીકત

ઉમેશ પટેલ વલસાડ: વલસાડ શહેરમાં રહેતા એક અનોખા ગણેશજીના ભક્ત જે છેલ્લા 54 વર્ષ થી પોતાના ઘરે ગણેજીની સ્થાપના તો કરે છે, પરંતુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા નથી. 54 વર્ષથી વિવિધ વસ્તુઓમાંથી બનાવવામાં આવેલી અનોખી ગણેશજીની પ્રતિમાનું ઘરે કરે પૂજન છે. સાથે 200 વર્ષ જૂની ગણેશજીની પ્રતિમા પણ ઘરે સ્થાપના કરાઈ છે.

1/8
image

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થી પર્વ નિમિત્તે ગણેશ ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ લાવી વિધિવત રીતે પૂજા અર્ચના કર્યા બાદ 10 દિવસ ધામધૂમથી પૂજા કરે છે. પછી શ્રીજીની મૂર્તિને વિવિધ વત રીતે પૂજા કર્યા બાદ વિસર્જન કરી દેતા હોય છે.  

2/8
image

ત્યારે વલસાડ શહેરના તિથલ રોડ ઉપર સ્વર્ગશ્રમ નજીક રહેતા નિવૃત્તિ શિક્ષિકા ડો. નયનાબેન દેસાઈ દ્રારા છેલ્લા 54 વર્ષ થી દર વર્ષે પોતાના ઘરે શ્રીજીની પ્રતિમાનું સ્થાપના કરે છે. પરંતુ ગણેશજીની પ્રતિમાંનું વિસર્જન કરતા નથી તેમના ખોળે પુત્ર પ્રાપ્તિ થયા પછી ગણેશજીને સ્થાપના કરવા પ્રેરણા મળતા ગણેશજીની પ્રતિમા બેસાડી હતી. 

3/8
image

જે બાદ એ પ્રતિમાનું વિસર્જન કર્યું ન હતું 25 વર્ષ પૂર્ણ થતાં નયન બેન દ્રારા ગણેશજીની પ્રતિમાંની વિસર્જન કરવાનું નક્કી કરતા ઘરમાં પૂજા માટે લાવવાનો સામન અસ્ત વ્યસ્થ થઈ જતા તેમણે પ્રતિમાં વિસર્જન કરવાનું ટાળીયું હતું જે બાદ 54 વર્ષ દ્રારા અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ પોતાના ઘરે બેસાડવામાં આવે છે જેમાં ખાસ કરીને અતિ દુર્લભ ગણાતા એવા પથ્થરમાંથી બનેલ ગણેશ પ્રતિમાઓ.

4/8
image

છીપમાંથી બનાવવામાં આવેલી પ્રતિમા છે. અનાજ કઠોળની પ્રતિમા, પથ્થરમાંથી બનાવેલ પ્રતિમા, નીલમણિના પથ્થર માંથી બનાવેલ પ્રતિમા, સોના ચાંદીના ગણેશજીની પ્રતિમા સહિત અન્ય ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી છે અને પ્રતિમાની સ્થાપના કર્યા બાદ ગણેશજી વિસર્જન કરવામાં આવ્યું નથી. સાથે નયના બેનના ઘરે અંદાજે 200 વર્ષ જીની ગણેશજીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી. 

5/8
image

6/8
image

7/8
image

8/8
image