મૌલિક ધામેચા/અમદાવાદ : ગ્રાહક સુરક્ષાના નામે હોટલ વેપારી પાસેથી તોડ કરતા 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 3 મહિલા સહિત 6 આરોપી વડોદરાથી અમદાવાદ આવી હોટલ માલિકો પાસે લાયસન્સ ચેક કરવાના બહાને. રૂપિયા પડાવતા અને ગ્રાહક સુરક્ષાના સભ્ય બન્યા બાદ કોર્પોરેશન કે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે વેપારીને શંકા જતા તમામ આરોપીને સ્થાનિક લોકોની મદદથી ઝડપી પોલીસ હવાલે કરવામા આવ્યા છે. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : કારખાનાની છત પરથી ભૃણ મળ્યું, 10 દિવસમાં 4 ભૃણ મળતા ચકચાર


ઓઢવ પોલીસની કસ્ટડીમાં રહેલા આ 6 આરોપી ગ્રાહક સુરક્ષાના નામે હોટલ માલીક પાસેથી રૂપિયા 15 હજાર રૂપિયા પડાવતા હતા. આરોપી સાગર શર્મા, યુવરાજ સિંહ રાજ, અશ્વિન ખસિયા, મનિશા ભોહા, નિરાલી રાઠવા અને ઈન્દુબેન નાયક છે. આ તમામ આરોપી ગ્રાહક સુરક્ષાના સભ્યો બની વેપારીને ટાર્ગેટ કરતા હતા. હોટલ માલિકો પાસે લાયસન્સ ચેક કરી ગ્રાહક સુરક્ષા ના સભ્યો બનાવવા માટે 1500 રૂપિયાની પહોચ આપી 15000 પડાવતા હતા.


જામનગરમાં જમીન મુદ્દે ભૂમાફિયા જયેશ પટેલે સોપારી આપી બિલ્ડર પર કરાવ્યું ફાયરિંગ, 3ની ધરપકડ


આવો જ એક બનાવ શહેરના ઓઢવ રિંગરોડ પર આવેલી એક હોટલમાં બન્યો. જેમાં ઝડપાયેલા છ આરોપીએ હોટલના માલિકને પોતાની સંસ્થાનું સભ્યકાર્ડ આપી રૂપિયા માંગ્યા હતા. જો હોટલમાં કોવિડ 19 પોઝિટિવ કેસ આવશે તો કોર્પોરેશન અને પોલીસ આવી એ કઈ કરી નહિ શકે તેવા વચનો આપ્યા હતા. હોટલ પણ સિલ નહિ થાય તેવા પણ વચનો અને લાલચ આપી હતી. ઉપરાંત સંસ્થાનો વકીલ તમને કાયદાકીય મદદ કરશે તેવી બાંહેધરી આપી રૂપિયા પડાવતા હતા. જોકે આરોપીઓએ વધુ દબાણ કરતા લોકો ભેગા થઈ ગયા અને ઝડપી પાડી પોલીસને સોંપતા પોલીસે વડોદરા કનેક્શન ખોલી અન્ય કેટલા લોકોને ભોગ બનાવ્યા તે તપાસ હાથ ધરી છે.


અમદાવાદ: ઓનલાઇન સસ્તી ખરીદીની લાલચે યુવતીએ 34 હજાર ગુમાવ્યા, ગઠીયાઓની ગજબ ટ્રીક


પોલીસે કબ્જે કરેલી આરોપીઓની ગાડી અને સંસ્થાની પહોંચ પર લખેલા લખાણ ના આધારે અમદાવાદ સિવાય વડોદરામાં પણ સંખ્યાબંધ લોકો સાથે ઠગાઈ આચરી હોવાનું પોલીસ માની રહી છે. જોકે આરોપીના ઘરે અને સંસ્થાના એડ્રેસ પર તપાસ કર્યા બાદ વધુ લોકો ભોગ બનનાર સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર