જયંતિ સોલંકી/વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેમાં એક પિતાની ઉંમરની વ્યક્તિએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું છે. તાજેતરમાં ભાયલી સ્થિત તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જય ઠક્કર નામના લોન અપાવવાના વ્યવસાય કરનાર વ્યક્તિ સામે એક યુવતીએ દુષ્કર્મના આરોપો લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

46 વર્ષીય મહિલા ડોક્ટર બન્યા પ્રેરણારૂપ! સૌથી કઠિન ગણાતા રસ્તા પર કર્યું સાઈકલિંગ


મળતી વિગતો અનુસાર આરોપી જય ઠક્કર સાથે 21 વર્ષીય યુવતી લોનના રેફરન્સ અંગે સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં આરોપીએ યુવતીને પોતાની દીકરી જેવી ગણાવી સબંધ વધાર્યો હતો. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, જય ઠક્કર સાથે મુલાકાત બાદ તે ઉદેપુર ખાતે બિઝનેસ અંગે ગઈ હતી. જ્યાં રાત્રે શરાબ પીધા બાદ આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં પત્ની સાથે ડિવોર્સ લઈ લગ્ન કરવાની લાલચ આપી હતી. 


આવનારા 7 દિવસમાં બે મોટા ગ્રહોની ચાલમાં ફેરફાર, આ 4 રાશિના લોકોને થશે બમ્પર લાભ


એટલું જ નહીં આરોપીએ યુવતી પાસે સાત લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે અને આ રુપિયા યુવતીએ પરત માંગતા આરોપીએ તેનીને માર માર્યો હતો. ત્યારે ફરિયાદી યુવતીએ રૂપિયા પરત અપાવવા અને જય ઠક્કરને સજા અપાવવા માંગ કરી છે.


ધનના દાતા શુક્ર કરશે આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોને મળશે અપાર પૈસા, પ્રતિષ્ઠા