રક્ષિત પંડ્યા, રાજકોટ: એ ગ્રેડ તરીકે જાણીતી સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આજે ફરી એક વખત ચર્ચામાં આવી છે. એ ગ્રેડ યુનીવર્સીટીના સપોર્ટ સંકુલના સાધનોની હાલત ડી ગ્રેડ જેવી જોવા મળી રહી છે. વર્ષ 2003માં ખરીદ કરવામાં આવેલ વ્યાયામ માટેના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ખરીદ કરવામાં આવેલ સાધનનો એક પણ વખત ઉપયોગ ન થયો હોવા છતાં તેની હાલત ધૂળ ખાતી થઇ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જામનગર: સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતો આર્મીનો નકલી મેજર ઝડપાયો


સૌરાષ્ટ્ર યુનીવર્સીટીને એ ગ્રેડ યુનીવર્સીટીનું બિરુદ આપવામાં આવ્યું છે પરંતુ આ એ ગ્રેડ યુનીવર્સીટી હમેશા કોઈ ના કોઈ મુદે ચર્ચામાં આવતી હોય છે. વર્ષ 2003માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જીમ્નેશિયમ તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ આજે આ જીમ્નેશીયમની હાલત લકવાગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી રહી છે. જીમ્નેશિયમમાં રહેલા લાખોની કિંમત સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જેમાં હાઈ જંપ, લોંગ જંપ, ઉંચી કુદ માટેના સાધનો, ગાદલા, સ્પ્રિંગ ટેબલ, 4 સાયકલ, 1 વાઇબ્રેશન મશીન સહીતનો સમાવેશ થાય છે.


વધુમાં વાંચો: માતૃપ્રેમ: સિંહણે ઉછરેલા દીપડાના બચ્ચાનું 45 દિવસ બાદ મોત


વર્ષ ૨૦૦૩થી આજ દિવસ સુધી આ સાધનનો ઉપયોગ કરવામાં જ નથી આવ્યો. આ ખખડદજ હાલતમાં રહેલા જીમને જીવંત કરવા માટે શારીરીક શિક્ષણ વિભાગથી લઈ કુલપતિ સુધી કોઈએ કાર્યવાહી કરી નથી. ઝી 24 કલાકની ટીમ જયારે સમગ્ર મામલે સીન્ડીકેટ સભ્યો સાથે રાખી સ્થળ તપાસ કરી તો આ દ્રશ્યો જોઈ યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્યો પણ ચોકી ઉઠ્યા હતા. ઝી 24 કલાક સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સતાધીશો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.


વધુમાં વાંચો: જયંતી ભાનુશાળી હત્યા કેસ, મુખ્ય આરોપી છબીલ પટેલ ભાગેડૂ જાહેર


યુનીવર્સીટી કેમ્પસમાં યુનીવર્સીટી સલગ્ન કોલેજો માટે કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ અન્યાય ન થાય અને વસ્તુનો યોગ્ય ઉપયોગ થાય તે માટે વ્યવસ્થા અંગે માંગ કરી છે. લકવાગ્રસ્ત જીમની ખખડધજ હાલત અંગે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના ઉપ કુલપતિ વિજય દેસાણીએ જણાવ્યુ કે, બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક બોલાવવામાં આવશે જેમાં 8 મેદાનના કોચ અને 2 પી.ટી.આઈ.ની સાથે જીમની હાલત સુધારવા ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગામી એક સપ્તાહમાં યુનીવર્સીટીમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે રહેલ તમામ ખામી સુધારવા અંગે ખાતરી આપવામાં આવી છે.


વધુમાં વાંચો: અમદાવાદ: શહેરના નામી બિલ્ડર ‘સફલ કન્સ્ટ્રક્શન’ પર આઇટી વિભાગની રેડ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લાં ઘણાં સમયથી કોચની ભરતી કરવામાં આવતી ન હોવાથી વિધ્યાર્થીઓનું ખેલકૂદનું કૌશલ્ય રુંધાઇ ગયું છે. ક્રિકેટ, હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ અને વોલીબોલ સહિતની રમત-ગમતનાં કોચ ન હોવાથી વિધ્યાર્થીઓ રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત બતાવી શકતા નથી. ત્યારે કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટસ કોમ્પલેક્ષ હાલ નોંધરું બન્યું છે.


વધુમાં વાંચો: સ્વાઈન ફ્લૂનો ગુજરાતમાં હાહાકાર, મોડે મોડે ભાજપના શાસકો જાગ્યા


જોકે ખેલાડીઓની આ સમસ્યાને ઝી 24 કલાકએ વાંચા આપતાં હવે યુનિવર્સિટીમાં કોચની ભરતી કરવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. અને આગામી એક સપ્તાહમાં સપોર્ટ સંકુલની દયનીય હાલત સુધારવા નિર્ણય લેવામાં આવશે. ઉલેખ્ખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 9 કરોડના ખર્ચે આંતર રાષ્ટ્રીય કક્ષાનું ઇન્ડોર અને આઉટડોર સ્વીમીંગ પુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેના પણ કામમાં હાલ 2 કરોડનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કારણે રોક લગાવી દેવામાં આવ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...