પરાગ અગ્રવાલ/અંબાજી: ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા વર્ષોથી વિદેશમાં સ્થાઈ થયા છે, પરંતુ તેમ છતાં તેઓ હજી પણ શાળામાં ફરજ બજાવી રહ્યા છે આવો એક કિસ્સો સામે આવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. ભાવના બેન નામની શિક્ષિકા તરીકે પાછા શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ગુજરાતીઓની ફરી ચિંતા વધશે? વરસાદી સિસ્ટમ નબળી પડી, જાણો હવે વરસાદ પડશે કે નહીં!


અમેરિકામાં ગ્રીન કાર્ડ ધારક મહિલા ગુજરાતમાં શિક્ષક તરીકેની નોકરી કરે છે. જી હા...અંબાજીની પાનસા પ્રાથમિક શાળામાં અમેરિકામાં રહેતી મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ભાવનાબેન પટેલ છેલ્લા 8 મહિનાથી અમેરિકામાં સ્થાયી છે. તેમ છતાં ભાવનાબેન પટેલ શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. સમગ્ર બનાવ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જાન્યુઆરી મહિનાથી શિક્ષિકા શાળામાં આવતા નથી તેવુ અમારા ધ્યાને આવ્યું છે. 


બ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયો


તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તેમને હાજર થવા નોટિસ પણ આપી છે. જુલાઇ મહિનામાં આ શિક્ષિકાનો રિપોર્ટ અમને મળેલો છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી વિગતો મેળવેલ છે. સામાન્ય વિભાગના વહીવટ ઠરાવ મુજબ કાર્યવાહી કરાશે. શિક્ષક સતત 1 વર્ષ સુધી ગેરહાજર રહે અને નોટિસ આપવા છતાં હાજર નહીં થાય તો બરતરફ કરવાની કાર્યવાહી કરીશું. ગેરહાજરી દરમિયાન તેમને પગારની ચુકવણી કરવામાં આવી નથી. 


આજે એકાએક સુરત થંભી ગયું! શાળા, કોલેજ સહિત નોકરીએ જતા લોકો કેમ અટવાયા!


વર્ષોથી ભાવના બેન નામના શિક્ષિકા વિદેશમાં રહે છે અને હજી શાળામાં ફરજ બોલે છે. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાવના બેન નામના શિક્ષિકા ના તો પ્રાથમિક શાળામાં હાજર થઈ રહ્યા છે ના તો રીજાઈન મૂકી રહ્યા છે. જેને લઇને શાળામાં અભ્યાસ કરતા બાળકોનો ભવિષ્ય સામે ખિલવાડ કરતો આ કિસ્સો સામે આવ્યો છે. 


બાપ રે! અંબાલાલ પટેલ પાછા નવું લાયા, ઓગસ્ટમાં પડનાર વરસાદની આગાહી સાંભળી હચમચી જશે


આ ઘટના સંદર્ભે પારુલ બેન આચાર્યએ કહ્યું કે શિક્ષણ મંત્રીને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે લેખિત અરજી કરી છે, છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી બાળકોનો અભ્યાસ અને તેમના ભવિષ્ય બગડી રહ્યું છે. અમે રજૂઆત કરવા છતાં હજી સુધી ભાવનાબેન સામે કોઈપણ કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. ગુજરાત શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો શિક્ષણ માટે શિક્ષિકાની રાહ જોઈ રહ્યા છે, પણ ભાવના બેન નામના શિક્ષિકા વિદેશના રહેવાસી થઈ ગયા છે. 


મારે ચોટલી છે...!! હેલ્મેટ ન પહેરવાનાં અમદાવાદીઓના બહાના જાણી દુ:ખશે પેટ!


જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ભાવના બેન 8 મહિનાથી ગેરહાજર છે અને તેમને નોટિસ આપવામાં આવી છે. ગેર હાજરી દરમ્યાન કોઈપણ પગાર પણ ચૂકવવામાં આવ્યો નથી. ઠરાવ મુજબ એક સાલથી વધુ સમય ગેર હાજર થતા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.