હવે વિશાળ ક્રૂઝમાં બેસવા મુંબઈ કે ગોવા જવાની જરૂર નથી, અમદાવાદીઓ હવે ઘરઆંગણે માણી શકશે મજા
અમદાવાદના સાબરમતી નદીમાં વિશાળ ક્રૂઝ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમદાવાદીઓ જૂન મહિનાથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની મજા માણી શકશે. આ ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે ઓળખાશે.
અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદીઓ માટે એક આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર અમદાવાદ સાબરમતી નદીમાં વધુ એક નજરાણું ઉમેરાશે. અમદાવાદીઓને હવે ગોવા જવાની જરૂર નહીં પડે, કારણે શહેરજનો ટૂંક સમયમાં ક્રૂઝની મજા માણી શકશે. સાબરમતી નદીમાં વિશાળ ક્રૂઝને ઉતારવામાં આવ્યું છે. અમદાવાદમાં સાબરમતી નદીમાં વિશાળ ક્રૂઝ શરૂ થશે. જૂન મહિનાથી શહેરીજનો ક્રૂઝની મજા માણી શકશે, એકસાથે 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
શ્રીવાસ્તવ પરિવારની લાડલી બનશે, ત્યજી દેવાયેલી દીકરીને અમેરિકન NRI દંપતીએ દત્તક લીધી
અમદાવાદના સાબરમતી નદીમાં વિશાળ ક્રૂઝ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. અમદાવાદીઓ જૂન મહિનાથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝની મજા માણી શકશે. આ ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે ઓળખાશે. જેમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ક્રુઝમાં મજા માણી શકાશે. હાલ ક્રુઝમાં ઇન્સ્યુલેશન લગાવવા સહિત એસી ફિટિંગનું કામ લગભગ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. ક્રુઝમાં 150 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રુઝમાં જુદા જુદા પ્રકારની સેવાઓ માટે ચાર્જીસ ટૂંક સમયમાં નક્કી કરાશે. અંદાજિત 2 હજાર રૂપિયા સુધીનો ચાર્જ રહેવાની શક્યતા છે.
'2027 સુધીમાં તમામ ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધ લાગવો જોઈએ', પેટ્રોલિયમ મંત્રાલયનું સૂચન
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં વલસાડના ઉમરગામથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ લવાયું હતું. વાસણા બેરેજ નજીક ક્રુઝનું એસેમ્બલિંગ પૂર્ણ કરાયા બાદ હાલ ઇન્ટીરિયર કામ તેજ ગતિમાં ચાલી રહ્યું છે. વિશાળ ક્રૂઝમાં ભોજન અને મ્યૂઝિકની મજા પણ માણી શકાશે. હવે ગોવાની જગ્યાએ અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ માણી શકાશે. સરદાર બ્રિજથી ગાંધીબ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તરીકે ઓળખાશે. આ વિશાળકાળ ક્રૂઝમાં 150 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. પરંતુ હા..ક્રૂઝની વિવિધ સેવાના અલગ અલગ ચાર્જ હશે.
આ ગામના 50 જેટલા ખેડૂતો 100 વીઘા ખેતરમાં કરે છે ડુંગળીની ખેતી, દેશ-વિદેશમાં છે માંગ
ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા
વિગતો મુજબ આ ક્રુઝમાં મ્યુઝિકલ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટની સુવિધા હશે. આ ક્રુઝ સરદાર બ્રીજથી ગાંધીબ્રીજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.
Shehnaaz Gill: સલમાનની ફેવરિટ શહેનાઝે શેર કર્યા સુપર હોટ ફોટા, જોશો તો જોતા રહેશો
ઉલ્લેખનીય છે કે, અગાઉ સમાચાર હતા કે, વલસાડના ઉમરગામથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝ લવાયું હતું. વાસણા બેરેજ નજીક ક્રુઝનું એસેમ્બલિંગ પૂર્ણ કરાયું છે. સાબરમતીમાં ક્રુઝ ઉતારી દેવાયા બાદ બાકી રહેલું ઇન્ટીરિયરનું કામ હવે પૂર્ણ કરાશે. આ ક્રૂઝને ક્રેઇનની મદદથી રિવરફ્રન્ટમાં ઉતારવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સફળતા મળી નહતી. પરંતુ ફરીથી વિશાળ ક્રેઇનની મદદથી ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટમાં ઉતારવામાં સફળતા મળી છે. એસેમ્બલિંગ પૂર્ણ થયા બાદ હવે ક્રૂઝને સાબરમતી નદીમાં ઉતારી દેવાયુ છે. જ્યાં હવે બાકી રહેલું ઈન્ટિરિયરનું કામ પૂર્ણ કરાશે. આ ક્રૂઝમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સાથે સાથે મ્યુઝિકલ ફ્લોટિંગની પણ મજા માણી શકાશે.