ઉદય રંજન/અમદાવાદ: બાંગ્લાદેશમાંથી થયેલ માનવ તસ્કરીનું રેકેટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. બાંગ્લાદેશથી સગીર વયની કિશોરીઓને અમદાવાદ લાવી દેહવ્યાપાર કરાવવાનું રેકેટ સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે કિશોરીઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી એક આરોપીની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસને મળશે વિશેષ સત્તા! નશાબંધી સુધારા બિલ ગૃહમાં પાસ, શું છે નવી જોગવાઇઓ?


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગોઠણીયા ભેર બેઠલ શખ્સનું નામ સાગર મંડલ છે. આ શખ્સે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં સગીરાઓને લાવીને તેની પાસે અમદાવાદમાં અલગ અલગ ગ્રાહક પાસે મોકલી દેહ વ્યાપાર કરાવતા હોવાની બાતમી મળી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટ ખાતે રેડ કરી હતી. ત્યાંથી સાગર મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સાથે જ બે સગીરા અને તેની માતાને મુકત પણ કરાવી હતી. 


ભાવુક ક્ષણ: કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ બ્રેઇન્ડેડ દીકરી જીનલનું કર્યું અંગદાન


સાગર મંડલ તેમજ કરીમ મંડલ બાંગ્લાદેશથી સગીર વયની છોકરીઓને નોકરીની લાલચ આપી બંગાળ અને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે તસ્કરી કરી અમદાવાદ ખાતે લાવતા હતા અને તેમને ભાડાના મકાનમાં રાખી અલગ અલગ હોટલોમાં ગ્રાહકો પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સાગર મંડળની ધરપકડ કરી ફરાર કરીમ મંડલની શોધખોળ હાથ ધરી છે.


એ હાલો...આવી ગયા યુનાઈટેડ વેના પાસ, દુનિયાના નંબર-1 ગરબામાં હિલોળે ચઢવાના હજારો રૂ


ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સગીરા અને તેમની માતાની પૂછપરછ કરતા સામે આવ્યું કે અઢી મહિના પહેલા આરોપી સાગર મંડલ અને કરીમ મંડળ અમદાવાદમાં નોકરી અપાવવાના બહાને બાંગ્લાદેશથી અમદાવાદમાં વસ્ત્રાલના ગંગા એપાર્ટમેન્ટ ખાતે ભાડાના મકાનમાં લાવ્યા હતા. આ દરમિયાન સાગર મંડળે એકાંતનો લાભ લઇ એક સગીરા વયની છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમજ બંને સગીરાઓઓને રીંગરોડ પર આવેલી અલગ અલગ હોટલોમાં ગ્રાહકોની માંગણી પર દેહવ્યાપારના ધંધા માટે મોકલવામાં આવતી હતી. આ ઉપરાંત પોલીસને શંકા છે કે આરોપીઓએ આ બાંગ્લાદેશી બે સગીરઓ તેમજ માતાના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ પણ બનાવડાવ્યા છે. જેને લઈને પણ પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે.


ઓગસ્ટ એન્ડનો જે વરસાદ હશે તે આ વિસ્તારોમાં ખૂબ ભારે રહેશે! ઘાટાં વાદળો ડરામણો માહોલ


અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળેલ માહિતી મુજબ આરોપી સાગર મંડળની ધરપકડ કરી કરીમ મંડળની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ દેહ વ્યાપાર અને તસ્કરીના રેકેટમાં અન્ય કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં આ બંને આરોપીઓ બાંગ્લાદેશથી કેટલી કિશોરીઓને અમદાવાદ ખાતે લઈ આવ્યા છે તેમજ બાંગ્લાદેશથી આવેલી કિશોરીઓને અમદાવાદ ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ મોકલેલી છે કે કેમ અને આ તમામ કિશોરીઓના ભારતીય નાગરિત્વના ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે કે કેમ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.